સરકાર ચલાવવાની તાકાત ન હોય તો અધિકારીઓ રાજીનામું આપે, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ- ઈસુદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ મોરબીમાં પૂલ તૂટી પડતા 400થી વધુ લોકો 3 સેકન્ડની અંદર મચ્છુ નદીમાં ખાબક્યા હતા. આ દરમિયાન અત્યારસુધી 141 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે AAPના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ નિષ્પક્ષ તપાસ કરવા ટકોર કરી હતી. આની સાથે જ ભાજપને આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવા પણ જણાવ્યું હતું. જોકે ઈસુદાને કહ્યું કે અમે રાજનીતિ કરવા માગતા નથી પરંતુ આ ગંભીર દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ અવશ્ય થવી જોઈએ.

ભાજપે જવાબદારી સ્વીકારવી જોઈએ- ઈસુદાન
મોરબીની ઘટના વિશે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપે આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકરવી જોઈએ. હવે તો હદ થઈ ગઈ છે. અત્યારે અમે રાજનીતિ નથી કરતા પરંતુ અમારી માગ છે કે સાચી દિશામાં તપાસ થવી જોઈએ. આ બ્રિજ શરૂ કરવાનું ષડયંત્ર કોણે ઘડ્યું હતું એની પણ તપાસ થવી જોઈએ.

મને પીડિતોની સ્થિતિ જોઈ રોવું આવી ગયું- ઈસુદાન
ઈસુદાને વધુમાં કહ્યું કે 150થી વધુ લોકોના મૃત્યુ થયા છે. હું અને ગોપાલ ઈટાલિયા ગત રાત્રે ત્યાં પહોંચ્યા હતા. મોરબીમાં પહોંચતાની સાથે જ હું પીડિત પરિવારની વેદના જોઈ શકવા પણ સક્ષમ નહોતો. મને ત્યાં પહોંચતાની સાથે જ રોવું આવી ગયું હતું. અત્યારે બાળકો મુંઝાઈ ગયા છે, પરિવારજનો ઉદાસ છે તેમને કોણ ન્યાય અપાવશે. અમે આ મુદ્દે રાજનીતિ કરવા નથી ઉઠાવી રહ્યા પરંતુ આ નિર્દોષ લોકોને ન્યાય મળવો જોઈએ એવી અમારી માગ છે. સરકાર યોગ્ય કમિટિ બનાવી નિષ્પક્ષ તપાસ કરે એવી અમારી માગ છે.

ADVERTISEMENT

સરકાર ચલાવવાની તાકાત ન હોય તો અધિકારીઓ રાજીનામુ આપે- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ કહ્યું કે અત્યારે આટલી મોટી ઘટના બની ગઈ છે છતા પણ કોઈપણ નેતા રાજીનામું આપી રહ્યા નથી. આના પાછળ જવાબદાર કોણ છે. આજે જો અમે અવાજ નહીં ઉઠાવીએ તો ભવિષ્યમાં તમારા કે મારા પરિવાર સાથે પણ આવી દુર્ઘટના ઘટી શકે છે.

સરકાર ચલાવવાની તાકાત ન હોય તો અધિકારીઓ રાજીનામુ આપી દો. આ પરિવાર ન્યાય કોની પાસે માગશે એના માટે અમેરિકા થોડી જશે. અત્યારે મોરબીમાં સમગ્ર પરિવારો વિખેરાઈ ગયા છે. પીડિતોમાં નાના બાળકોની સ્થિતિ જોઈને મારી આંખો ઉભરાઈ ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT