CM ચહેરા તરીકે પસંદ થતા ઈસુદાન ભાવુક થયા, પિતાને યાદ કરીને કહી આ મોટી વાત…
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાન ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ગુજરાતની સત્તાનો તાજ કોણ પહેરશે તે નક્કી થઈ જશે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થઈ ત્યાં…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાન ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ગુજરાતની સત્તાનો તાજ કોણ પહેરશે તે નક્કી થઈ જશે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધીમાં 118 ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ચહેરો પણ જાહેર કર્યો છે. ગુજરાતના સર્વે બાદ ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સંબોધન કરતા ઈસુદાન ગઢવીએ ખેડૂતો સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી. આની સાથે ઈસુદાન ગઢવી પોતાના પિતાનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે પિતાનું વચન પાળવા માટે ફરીથી હું પત્રકારત્વમાં આવ્યો છું. જાણો ઈસુદાન ગઢવી શું બોલ્યા…
ઈસુદાન ગઢવી ભાવુક થયા…
ઈસુદાન ગઢવી મુખ્યમંત્રી તરીકે પસંદ થતા સૌથી પહેલા તેમના માતાના ચરણસ્પર્શ કરવા માટે ગયા હતા. ત્યાં તેમણે માતાના આશિર્વાદ લીધા અને પછી જનતાને સંબોધન આપ્યું હતું. આ દરમિયાન ઈસુદાન ગઢવી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને આજે મારા પિતાની ઘણી યાદ આવે છે. તેમના આશીર્વાદના કારણે જ હું અહીંયા પહોંચી શક્યો છું.
ADVERTISEMENT
મારા પિતાનું વચન મેં પાળ્યું.. ઈસુદાન
ઈસુદાન ગઢવીએ કહ્યું કે મેં મારા પિતાને વચન આપ્યું હતું એ પાળ્યું છે. એક સમયે મારા પિતાની સેવા કરવા માટે મેં અમદાવાદ છોડી દીધું હતું અને ત્યાં તેમની પાસે જ રહેતો હતો. આ દરમિયાન મારા પિતાએ વચન લઈ લીધું કે હું ફરીથી અમદાવાદ જઈશ અને પત્રકારત્વમાં આગવી ઓળખ સ્થાપી લોકોની સેવા કરીશ. લોકોના પ્રશ્નોના નિવારણ માટે મદદ કરીશ.
ઈસુદાન ગઢવીએ પોતાના સ્વ. પિતાને યાદ કરીને કહ્યું કે અત્યારે આ ખાસ અવસરે જ્યારે હું જનતાની સેવા કરવા માટે વધુ એક ડગલું આગળ આવ્યો છું. ત્યારે મારા પિતાની ઘણી યાદ આવે છે. મારા પિતાના આશીર્વાદ હંમેશા મને ફળ્યા છે. અત્યારે પણ મારા પિતાના આશીર્વાદના કારણે જ ઘણી મુશ્કેલીઓમાંથી હું બચી ગયો છું. મારા પિતાના સંસ્કાર અને કેળવણીએ જ મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે.
ADVERTISEMENT