ઈરાન જવા ભારતીયોને વિઝાની જરૂર પડશે નહીં, મલેશિયા, શ્રીલંકા બાદ હવે આ દેશમાં પણ વીઝા ફ્રી એન્ટ્રી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Iran Visa Free For Indian Tourists : ઈરાને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય નાગરિકોને ઈરાન જવા માટે વિઝાની જરૂર પડશે નહીં.

મલેશિયા, શ્રીલંકા બાદ હવે આ દેશમાં પણ વીઝા ફ્રી એન્ટ્રી

ઈરાનના મંત્રાલય દ્વારા માહિતી આપતા જાણવામાં આવ્યું કે, વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવા અને ઈરાનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.તાજેતરમાં જ મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામે ભારતના મુલાકાતીઓ માટે વિઝાની આવશ્યકતાઓને રદ કરી હતી. ભારત આઉટબાઉન્ડ ટુરિઝમ માટે સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે.

ADVERTISEMENT

 

ભારત સહિત 33 નવા દેશોનો સમાવેશ

ભારત, રશિય,UAE, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, મલેશિયા, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા, હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT