IPL 2024: કોણ લેશે ગુજરાત ટાઈટન્સમાં Mohammed Shamiનું સ્થાન? લિસ્ટમાં 2 ખેલાડી

ADVERTISEMENT

Mohammed Shami Replacements Gujarat Titans
મોહમ્મદ શમીની જગ્યાએ આ ખેલાડીની થશે ગુજરાત ટાઈટન્સમાં એન્ટ્રી!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મોહમ્મદ શમીએ તાજેતરમાં જ પગની ઘૂંટીની સર્જરી કરાવી

point

મોહમ્મદ શમી પહેલેથી જ IPL 2024માંથી થઈ ચૂક્યા બહાર

point

આ બે ખેલાડીઓની ચાલી રહી છે ચર્ચા

Mohammed Shami Replacements Gujarat Titans: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ પગની ઘૂંટીની સર્જરી કરાવી છે. જે બાદ ફેન્સ તેઓ જલ્દીથી સાજા થઈને મેદાનમાં પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ ઈજાના કારણે મોહમ્મદ શમી પહેલેથી જ IPL 2024માંથી બહાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં હવે ગુજરાત ટાઈટન્સની સામે એક મોટો સવાલ એ ઉભો થયો છે કે આખરે મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં કોને સામેલ કરવા?. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે. 

કમલેશ નાગરકોટી


યુવા પ્રતિભાશાળી ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટીને ગુજરાત ટાઈન્સ મોહમ્મદ શમીની જગ્યાએ IPL 2024 માટે ટીમમાં સામેલ કરી શકે છે. કમલેશ નાગરકોટી શાનદાર ફાસ્ટ બોલર છે અને ઘણી હદ સુધી મોહમ્મદ શમીની અછતને ટીમમાં પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કમલેશ નાગરકોટીએ છેલ્લી આઈપીએલ મેચ વર્ષ 2022માં રમી હતી. કમલેશ નાગરકોટીએ અત્યાર સુધીમાં આઈપીએલમાં 12 મેચ રમી છે. આ દરમિયાન તેમના નામે 5 વિકેટ નોંધાયેલી છે.  

વધુ વાંચો....IPL 2024 Schedule: IPLના 15 દિવસના શેડ્યૂલની થઈ જાહેરાત, આ બે ટીમો રમશે ઓપનિંગ મેચ

બેસિલ થમ્પી


મોહમ્મદ શમીની ગુજરાત ટાઈટન્સ ટીમમાં ખાલી જગ્યા ભરવા માટે બેસિલ થમ્પી પણ સારો વિકલ્પ બની શકે છે. બેસિલ પણ એક શાનદાર બોલર છે. બેસિલે વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની છેલ્લી આઈપીએલ મેચ રમી હતી. આવી સ્થિતિમાં શમીની ગેરહાજરીમાં બેસિલને ગુજરાત ટાઇટન્સની ટીમમાં તક આપવામાં આવી શકે છે.

ADVERTISEMENT

વધુ વાંચો....IPL 2024 Update: મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર, ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ઝટકો!
 

શુભમન ગિલને બનાવાયા છે કેપ્ટન

આપને જણાવી કે, IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સની મુશ્કેલીઓ વધવા લાગી છે. આ વખતે ટીમની કમાન યુવા ખેલાડી શુભમન ગિલના હાથમાં રહેશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT