IPL 2023 MI vs SRH Playing 11: આજે ફરી અર્જૂન તેંડુલકર રમવા ઉતરશે, આ હોઇ શકે છે બંન્ને ટીમોની ટીમ

ADVERTISEMENT

Arjun Tendulkar in MI team
Arjun Tendulkar in MI team
social share
google news

IPL 2023 MI vs SRH Playing 11 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં આજે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની વચ્ચે ટક્કર થશે. બંન્ને વચ્ચે આ મેચ હૈદરાબાદના મેદાન પર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મુંબઇ સનરાઇઝર્સ બંન્નેએ પોતાના ગત્ત બંન્ને મેચ જીતી છે અને તેમની નજર અત્યાર જીતની હૈટ્રિક પુર્ણ કરવાથી થશે. આ બંન્ને ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત સતત બે હારથી કરી હતી પોતાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ફોર્મમાં આવવાથી ઉત્સાહિત મુંબઇ ઇન્ડિન્સ મંગળવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માં સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ જીતના લયને યથાવત્ત રાખવા માટે ઉતરશે. આ મેચમાં બે જુડવા ભાઇ માર્કો અને ડુઆન પણ સામસામે આવી શકે છે.

મુંબઇનો ખેલાડી સૂર્યકુમાર ફોર્મમાં આવી ચુક્યો છે
મુંબઇ માટે સારા સમાચાર છે કે, સૂર્ય કુમાર ફોર્મમાં આવી ચુક્યા છે. તેમણે કોલકાતા નાઇટ રાઇડર્સની વિરુદ્ધ મુંબઇમાં 25 બોલ પર 43 રન બનાવ્યા હતા. જેના કારણે તેમની ટીમ આ મેચ પાંચ વિકેટથી જીતી હતી. સૂર્યકુમાર ઉપરાંત ઇશાન કિશનની આક્રમક રમત પણ લાજવાબ હતી. તેમણે 25 બોલમાં 58 રન બનાવ્યા અને મુંબઇ સનરાઇઝર્સની વિરુદ્ધ પણ આ બંન્ને પાસે આ જ પ્રકારની બેટિંગની આશા કરશે. પહેલી બે મેચમાં સંઘર્ષ કરનારી મુંબઇની ટીમ હવે સંતુલિત લાગી રહી છે. તિલક વર્મા સારા લયમાં છે, જ્યારે કેમરન ગ્રીન અને ટિમ ડેવિડે પણ જરૂર પડવાથી ઉપયોગી યોગદાન આપ્યું છે. બોલર વિભાગમાં અનુભવી લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ સારુ પ્રદર્શન કર્યું છે, જ્યારે યુવા ઋત્વિક શૈકીને તેમનો સારો સાથ આપ્યો છે.

ફાસ્ટ બોલર્સ બાબતે મુંબઇની ટીમ પાછી પડી રહી છે
જો કે જોફ્રા આર્ચર નહી રમી શકવાના કારણે મુંબઇના ફાસ્ટ બોલર્સ બાબતે થોડી પાછી પડી રહી છે. આર્ચરની કોણીની ઇજા ઉભરી છે. તેમની ગેરહાજરીમાં ગત્ત બે મેચમાં રિલે મેરેડિથ ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી સંભાળી રહ્યો છે. મુંબઇએ અર્જૂન તેંડુલકર અને ડુઆન જાનસેનને રવિવારની આઇપીએલમાં પદાર્પણની તક આપી હતી. આ બંન્ને આ મેચમાં પણ પ્લેઇંગ ઇલેવનમાં રહે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

હૈદરાબાદના હીરો છે બ્રુક અને રાહુલ
બીજી તરફ સનરાઇઝર્સને હૈરી બ્રુક અને રાહુલ ત્રિપાઠી તરીકે બે નવા નાયક મળ્યા હતા. જેમણે તેની ગત્ત બે જીતમાં મહત્વની ભુમિકા નિભાવી હતી. બ્રુકે અહીં અંતિમ અપેક્ષાઓ પર ખરા ઉતરતા નાઇટ રાઇડર્સની વિરુદ્ધ સદી ફટકારી હતી બીજી તરફ ત્રિપાઠીએ પંજાબની વિરુદ્ધ જીતમાં 48 બોલમાં 74 રન પર રમત રમી હતી. કેપ્ટન એડેન માર્કરામે આ બંન્ને મેચમાં બીજા છેડાથી ઉપયોગી યોગદાન આપ્યું. તેમણે ગત્ત બે મેચોમાં 50 ઓવરમાં 37 રન બનાવ્યા. બોલરોમાં સ્પિનર મયંક માર્કન્ડેયે સનરાઇઝર્સની તરફથી અત્યાર સુધીમાં સૌથી વધારે 6 વિકેટ ઝડપી છે. જ્યારે ઉમરાન મલિક, માર્કો યાનસન અને ભુવનેશ્વર કુમારે પણ વિરોધી ટીમના બેટ્સમેનોને પરેશાન રાખે છે.

આ હોઇ શકે છે મુંબઇ-હૈદરાબાદની પ્લેઇંગ 11
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, હૈરી બ્રૂક/ટી.નટરાજન (ઇમ્પેક્ટ પ્લેયર), રાહુલ ત્રિપાઠી, એડેન માર્કરમ (કેપ્ટન) અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો જાનસેન, મયંક માર્કન્ડેય, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

ADVERTISEMENT

મુંબઇ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટ કીપર), સુર્યકુમાર યાદવ/અર્જૂન તેંડુલકર (ઇમ્પેક્ટ પ્લેયર), તિલક વર્મા, કેમરન ગ્રી, નેહલ વાઢેર, ટિમ ડેવિડ, ઋતિક શૌકીન, પીયૂષ ચાવલા, રિલે મેરેડિથ અને ડુઓન જોનસન/જોસન બેહરનફોર્ડ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT