IPL 2023 LSG vs MI LIVE: છેલ્લા બોલે બાજી પલટી, મુંબઇને 5 રનથી હરાવીને લખનઉ પ્લેઓફમાં પહોંચ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પ્લેઓફ પર નજર કરીએ તો આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. લખનૌની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવીને આવી રહી છે. મુંબઈની ટીમે તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને 27 રને હરાવ્યું હતું.

IPL 2023 LSG vs MI લાઇવ સ્કોર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં, હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. લખનૌના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી લખનૌની ટીમે 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ મેચ જીતવા માટે 178 રનનો ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરી હતી. જો કે આ ટાર્ગેટને તે પ્રાપ્ત કરી શકી નહોતી. લખનૌ તરફથી સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે 47 બોલમાં 89 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. સ્ટોઇનિસે પોતાની તોફાની ઇનિંગમાં 8 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેના સિવાય સુકાની કૃણાલ પંડ્યાએ 42 બોલમાં 49 રન બનાવ્યા તા.

લખનઉએ લખનવી અંદાજમાં જીત પ્રાપ્ત કરી છે. મંગારે રમાયેલી મેચમાં લખનઉએ મુંબઇ ઇન્ડિયન્સને 5 રનથી પરાજીત કર્યું હતું. જીત બાદ કૃણાલ પંડ્યાની કેપ્ટન્સીમાં રહેલી લખનઉની ટીમે 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન લગભગ નક્કી કરી લીધું છે

ADVERTISEMENT

મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે 2 અને પીયૂષ ચાવલાએ 1 વિકેટ ઝડપી હતી.
મુંબઈની ઈનિંગની પહેલી વિકેટ:
રોહિત શર્મા – 37(25) રન – (90/1, 9.4 ઓવર)
બીજી વિકેટ: ઈશાન કિશન – 59(39) રન – (103/2, 11.1 ઓવર)
ત્રીજી વિકેટ: સૂર્યકુમાર યાદવ – 7(9) રન – (115/3, 14.1 ઓવર)
ચોથી વિકેટ: નેહલ વાધેરા – 16 (20) રન – (131/4, 16.1 ઓવર)
5મી વિકેટ વિકેટ: વિષ્ણુ વિનોદ – 2(4) રન – (145/5, 17.4 ઓવર)

બંને ટીમો છેલ્લી મેચ જીત્યા પછી આવી હતી. મુંબઈની ટીમે તેની ગત્ત મેચમાં ગુજરાત ટાઇટન્સને 27 રનથી હરાવ્યું હતું. જ્યારે લખનૌની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં, આ બંને ટીમો તેમની જીતનો સિલસિલો જાળવી રાખીને પ્લેઓફની ટિકિટ મેળવવા માટે ઉતરી છે.
લખનૌની ઈનિંગની હાઈલાઈટ્સ
પ્રથમ વિકેટઃ દીપક હુડા – 5(7) રન-(12/1, 2.1 ઓવર)
બીજી વિકેટઃ પ્રેરક માંકડ – 0(1) રન-(12/2, 2.2 ઓવર)
ત્રીજી વિકેટ: ક્વિન્ટન ડિકોક – 16(15) રન-(35/3, 6.1 ઓવર)

ADVERTISEMENT

બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ-5 પર છે પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં 12 મેચ રમી ચૂકી છે જેમાં 7 એ 14 પોઈન્ટ જીત્યા છે. આ રીતે રોહિત શર્માની સુકાની મુંબઈની ટીમ હાલમાં ત્રીજા નંબર પર છે. બીજી તરફ કૃણાલ પંડ્યાના સુકાની લખનૌની ટીમ ચોથા નંબર પર છે. આ ટીમે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાંથી તેણે 6માં જીત મેળવી છે.

ADVERTISEMENT

લખનઉની ટીમઃ ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દીપક હુડા, પ્રેરક માંકડ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન , આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, સ્વપ્નિલ સિંહ અને મોહસીન ખાન.
મુંબઈ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), સૂર્યકુમાર યાદવ, નેહલ વાધેરા, ટિમ ડેવિડ, કેમરોન ગ્રીન, ક્રિસ જોર્ડન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ અને આકાશ માધવાલ.

    follow whatsapp

    ADVERTISEMENT