IPL 2023: KKR ની નજર જીતની હેટ્રિક પર, SRH આપશે બરબારીની ટક્કર
નવી દિલ્હી: આજે શુક્રવારે ઈડન ગાર્ડન્સ ખાતે IPL 2023ની 19મી મેચમાં જીતની હેટ્રિક તરફ નજર રાખનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. RCB…
ADVERTISEMENT
નવી દિલ્હી: આજે શુક્રવારે ઈડન ગાર્ડન્સ ખાતે IPL 2023ની 19મી મેચમાં જીતની હેટ્રિક તરફ નજર રાખનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. RCB અને GT પર રોમાંચક જીત નોંધાવનાર KKR, SRH સામેની જીત મેળવે તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર જઈ શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ રિંકુ સિંહની શાનદાર ઈનિંગ્સ બાદ શુક્રવાર, 14 એપ્રિલે 2023માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પરત ફરશે ત્યારે જીતની હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરશે. આઈપીએલ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત સારી રહી ન હતી. તેને મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
SRH અને KKR 23 વખત આવી ચૂક્યા છે આમને સામને
એઇડન માર્કરામની આગેવાની હેઠળની ટીમે છેલ્લી વખતે સિઝનની તેની પ્રથમ જીત નોંધાવી હતી. છેલ્લે આ બંને ટીમો 2022માં પુણેમાં IPLમાં ટકરાયા હતા જ્યાં KKR એ 54 રને મેચ જીતી હતી. SRH અને KKR એ 23 મેચ રમી છે જેમાં કોલકાતાએ 15 જીતી હતી જ્યારે 8 મેચ હૈદરાબાદે જીતી હતી.
ADVERTISEMENT
શાર્દુલ ઠાકુરની તોફાની ઈનિંગ્સ જોઈ સ્ટાર ખેલાડીઓથી ભરપૂર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ ચિંતામાં મુકાઇ હતી બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના 29 બોલમાં 68 રનની ઈનીગથી KKRને સિઝનની પ્રથમ જીત 81 રનથી મળી હતી. ત્યાર બાદ લો-પ્રોફાઈલ રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં 31 રન ફટકારી T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. ત્યારે મિડલ ઓવર બેસ્ટમેન રાહુલ ત્રિપાઠી તેની ભૂતપૂર્વ ટીમ સામે ટકરાશે. ત્રિપાઠી એવો પ્લેયર છે જે મિડલ ઓવરમાં સ્ટ્રાઈક ફેરવી શકે છે અને સ્પિનનો સામનો કરવાની તેની ક્ષમતા સાથે વળતો હુમલો કરી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે હાઇ પ્રોફાઇલ હેરી બ્રુક છે. જેમને 13.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ત્યારે તેમણે અત્યાર સુધીમાં 13,3,13, રન ફટકાર્યા છે. ગત IPL વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈંગ્લેન્ડનો આ સદસ્ય છે. પરંતુ હેરી બ્રુક આઉટ ઓફ ફોર્મ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
રિંકુ સિંહ પર નજર
જીટી સામે KKR માટે જે કર્યું તે પછી, જ્યારે તે SRH વિરુદ્ધ મેચ દરમિયાન મેદાનમાં ઉતરશે ત્યારે તમામની નજર રિંકુ સિંહ પર રહેશે. પછી લો-પ્રોફાઈલ રિંકુ ટી20 ઈતિહાસમાં છેલ્લી ઓવરમાં 31 રન ફટકારીને તેની ટીમને મેચ જીતાડ્યા બાદ તેના પર પણ વધુ આશા રહેશે
ADVERTISEMENT
ક્યારે થશે ટોસ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2023ની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચમાં ટોસ સાંજે 7 વાગ્યે થશે.
ADVERTISEMENT