ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ, 53 દેશના પતંગબાજો મેદાનમાં હશે..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ આજથી શરૂ થશે. જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. તમને જણાવી દઈએ કે 8 થી 14 જાન્યુઆરી સુધી આ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. જેમાં મીડિયા અહેવાલો પ્રમાણે કુલ 22 શહેરોના પતંગબાજો ભાગ લેવા જઈ રહ્યા છે. જ્યારે 53 દેશોથી પણ આમા ભાગ લેવા માટે લોકો આવી રહ્યા છે. અહીં પરેડનું આયોજન થશે એવા અહેવાલો પણ મળી રહ્યા છે.

થીમ આધારિત રહેશે આ મહોત્સવ
મીડિયા અહેવાલો પ્રમાણે ગુજરાત પ્રવાસન વિભાગ અહીં ખાસ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. વિવિધ દેશોના પતંગબાજો અહીં પોતાની આગવી શૈલીનું પ્રદર્શન કરી શકે છે. એટલું જ નહીં વિવિધ યાત્રાધામના સ્થળોએ આ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમકે સુરત, દ્વારકા, વડનગર, વડોદરા, રાજકોટ, ધોલેરા, ધોરડો એમ વિવિધ સ્થળે પતંગ મહોત્સવનું આયોજન થયું છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો શાંત થયો, ઠંડા પવનોની સ્થિતિ સહિતની માહિતી જાણો…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.

ADVERTISEMENT

MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…
ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT