કુતિયાણા બેઠકની અંદરની વાત: કોંગ્રેસ-NCPમાં ગઠબંધનની ખીચડી વચ્ચે કાંધલ જાડેજાનું કોકડું કેમ ગુંચવાયું?
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને NCP વચ્ચે આજે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારીયા અને નરોડા બેઠક પર NCP પોતાના…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને NCP વચ્ચે આજે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારીયા અને નરોડા બેઠક પર NCP પોતાના ઉમેદવારને ઉતારશે. જોકે કોંગ્રેસ સાથેની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં NCPના ગુજરાત અધ્યક્ષ જયંતિ બોસ્કીએ કુતિયાણા બેઠકને લઈને બંને પાર્ટીમાં ચર્ચા ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ વચ્ચે આજે કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી NCP અને અપક્ષ એમ બંને ફોર્મ ભર્યા છે.
કુતિયાણા બેઠકને લઈને અર્જુન મોઢવાડિયાની પ્રેશર ટેકનિક
NCP કોંગ્રેસ સાથે જે 3 બેઠકો પર ગઠબંધન થયું છે તે સિવાય ફોર્મ ભરનારા તેમના કોઈ નેતાને મેન્ડેટ નહીં આપે. એવામાં કાંધલ જાડેજાએ બંને શક્યતાઓ વચ્ચે NCP અને અપક્ષ બંનેમાંથી ફોર્મ ભર્યા છે. Gujarat Takને મળતી ખાસ માહિતી મુજબ અર્જુન મોઢવાડિયા હાલમાં પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે. તેમને પોરબંદરમાં ચૂંટણી જીતવા માટે કાંધલ જાડેજાના સપોર્ટની જરૂર છે અને જો કાંધલ જાડેજા પોરબંદરમાં તેમને સપોર્ટ કરવા તૈયાર થાય તો તેઓ કુતિયાણામાં તેમને મેન્ટેડ અપાવવા તૈયાર છે.
કાંધલ જાડેજાએ અપક્ષ અને NCPમાંથી બે ફોર્મ ભર્યા
આ બધા વચ્ચે કોંગ્રેસ કુતિયાણામાં પહેલાથી જ નાથા જાડેજાને ટિકિટ આપી દીધી છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે જો કોંગ્રેસ કુતિયાણા બેઠક પર NCP સાથે ગઠબંધન કરે તો તેને થુકેલું ચાંટવું પડે તેમ નાથા જાડેજાનું ફોર્મ પાછું ખેંચાવવું પડે અને જો કાંધલ જાડેજા અપક્ષમાંથી અહીંથી લડશે તો કુતિયાણાની સીટ પર સમીકરણો બદલાઈ શકે છે. બીજી બાજુ અર્જુન મોઢવાડિયા માટે પોરબંદરની સીટ જીતવી પણ મુશ્કેલ બની જશે. એવામાં હવે કોંગ્રેસ આગામી સમયમાં આ મુદ્દે શું નિર્ણય લે છે તે ખાસ જોવાનું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT