INDvsBAN Live: બાંગ્લાદેશે ભારતને 257 રનનું લક્ષ્યાંક આપ્યું, વાંચો સમગ્ર સ્કોર કાર્ડ
India vs Bangladesh World Cup Live Cricket Score Today Match: બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે. વન-ડે વર્લ્ડ કપ 2023…
ADVERTISEMENT
India vs Bangladesh World Cup Live Cricket Score Today Match: બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે. વન-ડે વર્લ્ડ કપ 2023 માં સતત ચોથી જીત પ્રાપ્ત કરવા માટે ભારતીય ટીમની સામે 257 રનનું લક્ષ્યાંક મુક્યું છે. બાંગ્લાદેશ માટે સૌથી વધારે 66 રન લિટન દાસે બનાવ્યા છે. જ્યારે તંજિદ હસને 51 રન બનાવ્યા હતા. અંતમાં મહમુદુલ્લાહે 46 રન બનાવ્યા હતા. ટીમનો સ્કોર 250 રનની નજીક પહોંચ્યા. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું. ભારત માટે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને રવીંદ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.
248 રનના સ્કોર પર બાંગ્લાદેશની આઠમી વિકેટ પડી છે. મહમુદુલ્લાહ રિયાદ 36 બોલમાં 46 રન બનાવીને આઉટ થઇ ચુક્યા છે. જસપ્રીત બુમરાહે શાનદાર યોર્કર બોલમાં તેમને ક્લીન બોલ્ડ કર્યા હતા. 233 રન પર બાંગ્લાદેશની સાત વિકેટ ગુમાવી દીધી છે. સિરાઝે નસુમ અહેમદને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. નસુમે 18 બોલમાં 14 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે તેનો કેચ ઝડપી લીધો હતો. હવે મહમુદુલ્લાહી સાથે મુસ્તફિઝુર રહેમાન ક્રીઝ પર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT