ઈન્ડિયન ટીમને 2 કલાક ટ્રેનિંગ પછી વાસી જમવાનું પીરસાયું! સ્ટાર ક્રિકેટર્સે લંચ સ્કિપ કરતા થઈ જોવાજેવી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઓસ્ટ્રેલિયાઃ T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન વિરૂદ્ધ શાનદાર જીત મેળવ્યા પછી હવે ભારતીય ટીમની બીજી મેચ નેધરલેન્ડ સામે રમાશે. પરંતુ આ મેચ પહેલા એક વિવાદ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે ઈન્ડિયન પ્લેયર્સ ICCથી નારાજ છે કારણ કે પ્રેક્ટિસ સેશન પછી તેમને જે જમવાનું પીરસવામાં આવ્યું હતું તેમાં માત્ર સેન્ડિવચ હતી. એ પણ ઠંડી થઈ ગયેલી વાસી. જેથી ખેલાડીઓ નારાજ થઈ ગયા અને ત્યાંનું લંચ સ્કિપ કરીને જતા રહ્યા હતા.

જાણો સમગ્ર ઘટનાક્રમ…
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે સિડનીમાં ટીમ ઈન્ડિયા જ્યારે પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે તેમણે ઘણી મહેનત કરી હતી. ત્યારપછી તેઓ જમવા માટે ગયા અને ત્યાં વ્યવસ્થા જોઈએ તેવી નહોતી. રિપોર્ટ્સના આધારે ઈન્ડિયન પ્લેયર્સને જે સેન્ડવિચ પિરસવામાં આવી હતી તે વાસી હતી. તથા એની સાથે અન્ય હેવી ફૂડ જે લંચમાં જોઈએ તે પણ નહોતું. જેથી કરીને ઈન્ડિયન પ્લેયર્સ નારાજ થઈ ગયા હતા. ત્યાં સેન્ડિવચ સાથે માત્ર ફ્રુટ્સ જ હતા. જોકે આ દરમિયાન કેટલાક ખેલાડીઓએ આ ખાધુ હતું, પરંતુ દિગ્ગજ ખેલાડીઓ સહિત મોટાભાગના પ્લેયર્સ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ઓપ્શનલ ટ્રેનિંગ સેશન હતું…
મંગળવારે જે ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઓપ્શનલ હતું. એટલે કે તેમાં થોડાક જ ખેલાડીઓ આવ્યા. જો વિવાદની વાત કરીએ તો બીસીસીઆઈના એક અધિકારીનું કહેવું છે કે આ બહિષ્કાર જેવું નથી, પરંતુ તમામ ખેલાડીઓ આટલી શાનદાર પ્રેક્ટિસ પછી લંચ લેવા માંગતા હતા.

ADVERTISEMENT

ભારતીય ટીમે ICCને ફરિયાદ કેમ કરી!
વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ એક ICC ઇવેન્ટ છે અને આમાં તમામ પ્રેક્ટિસ સેશન અને અન્ય વસ્તુઓની સુવિધા આપવાનું ICCનું કામ છે. વિવાદ જગાવનાર નાસ્તાની વ્યવસ્થા આઈસીસી દ્વારા જ કરવામાં આવી છે અને તમામ ટીમો માટે સમાન મેનુ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને પણ તે જ મળ્યું છે.

ADVERTISEMENT

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે બે કલાકની તાલીમ પછી તમે માત્ર ઠંડા સેન્ડવીચ, એવોકાડો, કાકડી અને ટામેટાં ખાઈ શકતા નથી. આટલું જ નહીં, ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશન માટે મળેલી રિમોટ પ્લેસથી પણ નારાજ હતી, તેથી તેણે તે જ દિવસે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે આ અંગે ICCના અધિકારીને ફરિયાદ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT