એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો ક્યારે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
નવી દિલ્હી: હોંગકોંગમાં 12 જૂનથી રમાનાર ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્વેતા સેહરાવત 14 સભ્યોની ટીમનું સુકાન સંભાળશે. આ…
ADVERTISEMENT
નવી દિલ્હી: હોંગકોંગમાં 12 જૂનથી રમાનાર ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્વેતા સેહરાવત 14 સભ્યોની ટીમનું સુકાન સંભાળશે. આ ટૂર્નામેન્ટમાં ભારત-A ટીમ પોતાની પ્રથમ મેચ 13 જૂને યજમાન હોંગકોંગ સામે રમશે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે 17 જૂને રમાનારી મેચ પર રહેશે.
BCCI એ જણાવ્યું હતું કે, “શુક્રવારે અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ આગામી ACC ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારત A ટીમની પસંદગી કરી છે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારતને ગ્રુપ-Aમાં હોંગકોંગ, થાઈલેન્ડ-A, પાકિસ્તાન-A સાથે જ્યારે બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત ગ્રુપ-Bમાં છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 21 જૂને રમાશે.
ભારત-એ ટીમ :
શ્વેતા સેહરાવત (કેપ્ટન), સૌમ્ય તિવારી, ત્રિશા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટીલ, કનિકા આહુજા, ઉમા છેત્રી, મમતા માડીવાલા, તિતાસ સાધુ, યશશ્રી એસ, કાશવી ગૌતમ, પાર્શ્વી ચોપરા, મન્નત કશ્યપ, બી અનુષા.
ADVERTISEMENT
મુખ્ય કોચ: નુશીન અલ ખાદીર
ઇન્ડિયા-એનું શેડ્યૂલ:
12 જૂન વિ. હોંગકોંગ
15 જૂન વિ થાઈલેન્ડ-એ
17 જૂન વિ. પાકિસ્તાન એ
ADVERTISEMENT