BREAKING: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિષભ પંતનો ગંભીર અકસ્માત, આખી કાર બળીને ખાખ થઈ ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારનો દિલ્હીથી ઘરે પાછા જતા સમયે મોટી દુર્ઘટનાનો શિકાર થયો છે. રુડકીના નારસન બોર્ડર પર તેની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. રિષભ પંતને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો પંત
3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે રમાનારી ટી-20 સીરીઝ માટે રિષભ પંતનું સિલેક્શન નહોતો થયું. તે દિલ્હીથી પોતાના ઘરે રૂડકી જઈ રહ્યો હતો. સવારે 5.30 વાગ્યે નારસન પાસે તેની કારનો અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, રિષભ પંત જાતે કાર ચલાવીને રૂડકી જઈ રહ્યા હતા. કારમાં 3 જેટલા લોકો સવાર હતા.

ADVERTISEMENT

પંતના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી
રિષભ પંત સાથે થયેલા અકસ્માતની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે હોસ્પિટલમાં એડમિટ થયેલા દેખાય છે અને માથા પર ગંભીર ઈજા દેખાય છે. ડોક્ટર્સના કહેવા મુજબ, પંતના પગમાં પણ ગંભીર ઈજા પહોંચી છે અને પ્લાસ્ટિક સર્જરીની પણ કરવી પડી શકે છે. પંતના શરીર પર ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ છે. હાલમાં તેમની તપાસ કરવામાં આવી રહી છે.

શ્રીલંકા સામેની સીરીઝમાં પંતને નહોતું અપાયું સ્થાન
નોંધનીય છે કે, ભારતીટ ક્રિકેટ ટીમની આગામી સીરીઝ શ્રીલંકા સામે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થવાની છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે ટી-20 અને વન-ડે બંને સીરીઝમાંથી રિષભ પંતને બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે સૂત્રો મુજબ પંતના ઘૂંટણમાં ઈજા હોવાના કારણે તેને ટીમમાં સ્થાન નહોતું અપાયું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT