તુર્કીમાં ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો, ફીલ્ડ હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર શરૂ, NDRF પણ રેસ્ક્યૂમાં જોડાઈ
ઈસ્તાંબુલ: તુર્કી અને સીરિયામાં ભૂકંપથી તબાહી મચી ગઈ છે. આ વચ્ચે ભારતીય સેના અને NDRFની ટીમોએ તુર્કીમાં મોરચો સંભાળી લીધો છે. ભારતીય સેનાએ ભૂકંપથી પ્રભાવિત…
ADVERTISEMENT
ઈસ્તાંબુલ: તુર્કી અને સીરિયામાં ભૂકંપથી તબાહી મચી ગઈ છે. આ વચ્ચે ભારતીય સેના અને NDRFની ટીમોએ તુર્કીમાં મોરચો સંભાળી લીધો છે. ભારતીય સેનાએ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઈજાગ્રસ્તોની સતત સારવાર કરવામાં આવી રહી છે, NDRFની ટીમો પણ રેસ્ક્યુમાં જોડાઈ ગઈ છે. NDRFના ટીમો અલગ-અલગ વિસ્તારોમાં બિલ્ડીંગોના કાટમાળમાંથી જીવિત લોકોને શોધી રહી છે.
ભૂકંપથી 15000થી વધુના મોત
તુર્કી અને સીરિયામાં સોમવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તુર્કી અને સીરિયા બોર્ડર પાસે હતું. એવામાં બંને દેશોમાં ભારે તબાહી મચી હતી. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં ભૂકંપથી 15000 લોકોના મોત થઈ ચૂક્યા છે. તુર્કીમાં હવે 12,391 લોકોના મોત થયા છે, જ્યારે સીરિયામાં 2992 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને દેશોમાં 11000થી વધારે બિલ્ડીંગોને નુકસાન થયું છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંકડો 15000થી વધારે છે.
ADVERTISEMENT
ભારતે તુર્કીને મદદ મોકલી
ભારતે ‘ઓપરેશન દોસ્ત’ અંતર્ગત તુર્કીને ખાસ મદદ મોકલી છે. ભારત તરફથી NDRFની ત્રણ ટીમો રેસ્ક્યૂ માટે તુર્કી પહોંચી છે. આ ટીમોમાં વિશેષ રેસ્ક્યૂ ડોગ સ્ક્વોડ પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ તુર્કીમાં પહોંચી છે.
ADVERTISEMENT
ભારતીય સેનાએ હતાએ શહેરમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં સતત ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આટલું જ નહીં NDRFની ટીમો પણ રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહી છે. જોકે ઠંડી, બરફવર્ષાના કારણે રેસ્ક્યૂ અભિયાન મુશ્કેલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
70 દેશો મદદ માટે આગળ આવ્યા
ભૂકંપના પ્રકોપથી પ્રભાવિત વિસ્તારોમાં ભારત સહિત દુનિયાભરમાંથી 70 દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો મદદ માટે આગળ આવ્યા છે. ભારત સરકારે તુર્કીના પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ અને રાહત અભિયાન ચલાવતા ગાઝિયાબાદ અને કોલાકાતા બેસથી NDRFની 3 ટીમોને તુર્કી મોકલી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT