2047 સુધીમાં ભારત બનશે વિકસિત દેશ ! નાણામંત્રી સીતારમણે તૈયાર કર્યો આ પ્લાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ લક્ષ્ય ઇનોવેશન દ્વારા હાંસલ કરી શકાય છે. આ સાથે નાણાંમંત્રીએ ડિજિટલાઈઝેશન પર વધુ ફોકસ કર્યું હતું.

2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર શક્ય
બેંગલુરુમાં ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FKCCI) ની 105મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ જણાવ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જો દેશની જનતાએ જે પ્રકારનો જુસ્સો કોરોનાના સમયગાળા દરમિયાન બતાવ્યો હતો અને મહામારી પછી પણ તેજીનું વાતાવરણ ચાલુ રહે તો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો અશક્ય નથી.

કોરોના સમયગાળાનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કોવિડ-19ના સમયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતીય આર્થિક વિશ્વ પડકારોનો સામનો કરીને આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યું છે. વર્તમાન સમય અને વર્ષ 2047 વચ્ચે કરવામાં આવનાર વસ્તુઓની ચાવી તરીકે ઇનોવેશન કામ કરશે, તેમણે કહ્યું. અર્થતંત્રની સમસ્યાઓને દૂર કરવા માટે ઈનોવેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇનોવેશન દ્વારા આપણે વિકસિત અર્થતંત્ર બની શકીશું.

ADVERTISEMENT

ડિજિટલાઈઝેશનનું મહત્વ
સીતારમણે દેશના આર્થિક વિકાસમાં ડિજિટલાઈઝેશનનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે ડિજિટલાઈઝેશનમાં આગળ વધવાની વિશાળ સંભાવનાઓ છે. આવતા વર્ષે દેશના ઘણા ભાગોમાં જી-20 મીટિંગનું આયોજન થવા જઈ રહ્યું છે. આવામાં કર્ણાટકને પોતાની બ્રાન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નાણાંમંત્રી સીતારમણે કહ્યું આ મોટી વાત નાણામંત્રીએ કહ્યું, અમારી પાસે ઘણું કરવાનું છે, હું એમ નથી કહેતી કે અમે જે કરવા માગતા હતા તે બધું અમે હાંસલ કરી શક્યા. હજુ પણ સમાજના કેટલાક વર્ગોને વધુ મદદની જરૂર છે અને અમે તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છીએ. અમે તેમને મદદ કરી રહ્યા છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT