રાયપુર વનડેમાં ભારત સામે ન્યુઝીલેન્ડનો ધબડકો, 108 રનમાં ઓલઆઉટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ રાયપુરમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ જીત મેળવીને શ્રેણીમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાયપુર વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો   ન્યુઝીલેન્ડની હાલત બગાડી નાખી. આ મેચમાં મોહમ્મદ શમીને ત્રણ વિકેટ મળી હતી જ્યારે વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ સ્કોર 36 હતો જે ગ્લેન ફિલિપ્સે બનાવ્યો હતો.

આ સીરિઝની પ્રથમ વનડે હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક રીતે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં ઓપનર શુભમન ગિલે 208 રનની બેવડી સદીની ઇનિંગ રમી હતી. હાલમાં ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે

108 માં થઈ ઓલ આઉટ
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે   માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે ટીમ ઈન્ડિયાને આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી, તેની સાથે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી.

ADVERTISEMENT

ત્રીજો સૌથી ઓછો સ્કોર
ન્યૂઝીલેન્ડનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું.   ટોપ-5 બેટ્સમેનમાંથી કોઈ પણ ડબલ ફિગરમાં પહોંચ્યો ન હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ રન બનાવ્યા અને તેનો સ્કોર 36 રહ્યો. ભારત સામે ન્યૂઝીલેન્ડનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2016માં ન્યૂઝીલેન્ડ 79 રન પર ઓલઆઉટ થયું હતું, 2010માં 103 રન પર અને હવે અહીં આખી ટીમ 108 રન પર આઉટ થઈ ગઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT