ગુજરાતના આ ગામમાં કેમ છે સતત ફફડાટ, સિંહ દીપડા કરતા લોકોને છે કોનો વધારે ડર?
હિરેન રવૈયા, અમરેલી: ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગામડાઓના સ્થાનિકોને દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે શા માટે દિવસ…
ADVERTISEMENT
હિરેન રવૈયા, અમરેલી: ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગામડાઓના સ્થાનિકોને દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે શા માટે દિવસ ને રાત ઉજાગરા કરવાની મજબૂર બન્યા છે લોકો સતત ફફડાટમાં જીવી રહ્યાં છે. 1800 લોકોની વસ્તી ધરાવતા મિતિયાળમાં છેલ્લા દોઢ માસમાં 40 જેટલા ભૂકંપના આંચકાએ લોકોએ જીવ અદ્ધર કર્યા છે. લોકો ભયના ઓથ હેઠળ જીવવા મજબૂર થયા છે.
ભૂકંપના આંચકાથી ભયભીત લોકો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું મિતિયાળા ગામ કે જ્યાં 1800 લોકોની વસ્તી વસવાટ કરે છે. મિતિયાળા ગામ મિતિયાળા અભ્યારણ એટલે કે જંગલને અડીને આવેલું ગામ છે સિંહ દીપડા જેવા હિંસક પશુઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે. જેના કારણે આ કડકડતી ઠંડીમાં પણ ગ્રામ્યજનોને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે. ગઈકાલે ગામમાં સવારે 7.42 વાગ્યે પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો બાદમાં બપોરે 5.55 વાગ્યે ફરી ધરા ધ્રુજી અને સાંજના 7.05 મિનિટે ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો અને ફરી એકવાર રાત્રીના 8.34 એ ચોથીવાર ગામની ધરા ધ્રુજતા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. લોકો સતત ફફડાટમાં જીવવા મજબૂર બન્યા છે કે નઈને ક્યાંક રાત્રીના ભૂકંપનો આંચકો આવે અને મકાન ધરાશાયી થઈ જાય તો, એ ડરના કારણે ગંભીર દહેશત વચ્ચે ગામના નાના નાના ભૂલકા ઓથી લઈને વયોવુદ્ધો પોતાના મકાનની બહાર ફળિયામાં સુવાની લાગ્યા છે. ફળિયામાં ખાટલા ઢાળીને વચ્ચે તાપણું કરીને સિંહ દીપડા જેવા હિંસક પશુઓના ડર વચ્ચે પણ હાલ ભુકંપના કારણે ભયના ઓથાર હેઠળ લોકો કડકડતી ઠંડીમાં પોતાનો રુમ છોડીને બહાર સૂવા માટે મજબૂર બન્યા છે. જાયે તો કહા જાયે તેવી સ્થિતિ અત્યારે ગામવાસીઓની થઈ છે. મોટા તો ઠીક પણ સ્ત્રીઓ અને બાળકો વધારે ભયભીત બન્યા છે.
જીવન અને મોત વચ્ચે જિંદગી અટવાઈ
ગામમાં સિંહ અને દીપડાના હુમલાની પણ દહેશત છે. છતાંય વારંવારના ભૂકંપના આંચકાઓ વચ્ચે ખરેખર મિતિયાળા ગામના લોકો જીવન અને મોત વચ્ચેની પાતળી ભેદરેખામાં જીવવા મજબૂર બન્યા છે. કારણ કે આંચકાની ફડક એટલી હદે પેશી ગઈ છે લોકોના માનસ પર કે સતત એવું લાગ્યા કરે છે કે મકાન ધરાશાયી થઈ જશે તો એ ડરના કારણે રાતના ઉજાગરા પણ કરવા પડી રહ્યાં છે.
ADVERTISEMENT
દોઢ઼ માસમાં 40 આંચકાએ ઉંચકાવ્યા લોકોના જીવ
મિતિયાળા ગામમાં છેલા એક દોઢ માસમાં 40 જેટલા ભુકમ્પના આંચકાઓ સહન કરી ચૂક્યું છે ને ભુકમ્પના આંચકાઓથી ઘરમાં રાખેલા વાસણો પડી જાય છે ઘણી મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે ને તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂકેલા સરપંચ પણ ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવતા તંત્ર સામે લાચાર બની ગયું છે ને શિયાળાની કડકડતી ઠંડી હોય ને ઉપરથી હિંસક પશુઓના રહેઠાણ વચ્ચે પણ ભૂકંપનો ભય મિતિયાળા વાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે
પ્રશાસન પાસે મદદની કાગડોળે રાહ
ગામલોકોમાં વાસીઓને ભૂકંપનો ભય ઘર કરી ગયો છે. કારણ કે છેલ્લા એક મહિનામાં 40 – 50 જેટલા હળવા આંચકા ગામ લોકો સહન કરી ચૂક્યા છે. સતત ધરતીકંપના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. ગામલોકોને હવે આશા છે કે પ્રશાસન મદદ કરવા માટે આગળ આવે તો સારી વાત છે. અને દરેક ગામવાસી મદદની કાગડોળે રાહ પણ જોઈ રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT