વડોદરા હિટ એન્ડ રન કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા, થયો મોટો ખુલાસો
દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં ફરી એકવખત BMW કારમાં હિત એન્ડ રનની ઘટના સામે આવી છે. વડોદરામાં અકોટા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. દારૂના…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં ફરી એકવખત BMW કારમાં હિત એન્ડ રનની ઘટના સામે આવી છે. વડોદરામાં અકોટા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. દારૂના નશામાં તેજ રફતારથી બી.એમ.ડબલ્યુ ચલાવનાર કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત પતિ-પત્નીમાંથી પત્નીનું મોત થયું હતું. પોલીસે કારના ચાલક સ્નેહલ પટેલ સહિત સદ્દામ, મકસુદ અને વિશાલ મોરે સામે દારૂ પી કાર ચલાવી અકસ્માત સર્જાવાનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાજ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીન રાત્રે તેમના સાઢુભાઇને મળવા ગયા હતા. આ દરમિયાન રાત્રે નવ વાગ્યા આસપાસ રસ્તામાં આર.સી.એસ્ટેટ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી મુજમહુડા અકોટા રોડ પર જવા રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મુજમહુડા તરફથી પૂરપાટ આવતી BMW કારે બાઇકસવાર દંપતીને ટક્કર મારી હતી. જેથી દંપતી કારના આગળના કાચ પર અથડાઇ ફંગોળાઇને નીચે પટકાયું હતું. ઘટના બનતા જ લોકોના ટોળે-ટોળે ઉમટી પડ્યા હતા.
સારવાર દરમિયાન મહિલાનું નીપજ્યું હતું મૃત્યુ
અકસ્માતને પગલે અયાજ શેખને માથા, નાક અને પગે ઇજાઓ થઇ હતી જ્યારે તેમની પત્ની શાહીનને પણ માથા તથા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શાહીનબેન શેખ મોત નિપજ્યું હતું. કારની અડફેટે મોતને ભેટેલ શાહીનબેનને સંતાનમાં 15 વર્ષનો પુત્ર ઉમર અને 11 વર્ષની પુત્રી ફાતિમા છે.
ADVERTISEMENT
દારૂની મહેફિલ માણી ચલાવી કાર
કાર ચાલક સ્નેહલ પટેલ નંબર પ્લેટ વગરની ન્યુ બ્રાન્ડ બી.એમ.ડબલ્યુ કાર લઇને મિત્ર વિશાલ ધોંડીરામ મોરે,સદ્દામ મહંમદઅલી શેખ અને મકસુદ મીરા સાહેબ સીંધાને મળ્યો હતો.જે ચારેય જણાએ દારૂની મહેફીલ માણી હતી અને બાદમાં મુજમહુડાથી અકોટા તરફ પુર ઝડપે બી.એમ.ડબલ્યુ દોડાવી હતી. પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
પાસિંગ માટે આવેલી BMW કારનો અકસ્માત
અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાસિંગ માટે આવેલી BMW કાર લઈને સ્નેહલ પટેલ મિત્રો સાથે પાર્ટી કરવા નીકળ્યો હતો. તેની સાથે કારમાં અન્ય ત્રણ મિત્રો હતા. અકસ્માત સર્જનાર સ્નેહક પટેલ અને તેના 3 મિત્રો નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે જે પી રોડ પોલીસે અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ સહિત તમામની અટકાયત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસે કાર્યવાહી હાથ ધરી
જે.પી.રોડ પોલીસે BMW કારના ચાલક સ્નેહલ પટેલ સહિત સદ્દામ, મકસુદ અને વિશાલ મોરે સામે દારૂ પી કાર ચલાવી અકસ્માત સર્જાવાનો ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી છે. કાર કોની હતી અને આરોપીઓએ ક્યાંથી દારૂ પીધો તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT