ચૂંટણી પ્રચારમાં AAP અને BJPની રેલી આવી સામ-સામે, પછી નારેબાજીમાં થઈ જોવાજેવી….

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટીએ તો જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. એકબીજાના પર શાબ્દિક પ્રહારો કરતા જનાતને રિઝવવા માટે બંને પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ દરમિયાન સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી અને ભાજપની રેલી સામ સામે આવી જતા જોવાજેવી થઈ હતી. જાણો આ સમગ્ર ઘટનાક્રમ વિશે….

રોડ શોમાં ભાજપ-AAPની રેલી સામ-સામે…
ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે. આને જોતા સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીની રેલીને પોલીસે રોકી રાખી હતી. કારણ કે એક બાજુથી AAPની રેલી નીકળી રહી હતી તો બીજી બાજુ ભાજપની રેલી પણ સામે આવી ગઈ હતી. ત્યારે બંને રેલી ભેગી થઈ જતા પોલીસ તંત્ર એક્ટિવ થઈ ગયું હતું.

મોદી-મોદી, પરિવર્તન-પરિવર્તનનાં નારા લાગ્યા
બંને રેલીઓ જ્યારે સામ સામે ભેગી થઈ ગઈ ત્યારે આમ આદમી પાર્ટીએ પરવિર્તન-પરિવર્તનનાં નારા લગાવ્યા હતા. બીજી બાજુ ભાજપના ઝંડા સાથે લોકએ જોરશોરથી મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે આ દરમિયાન પોલીસે બંને પક્ષો વચ્ચે સમજાવટ કરાવી હતી. ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓએ રેલી પસાર કરવામાં પોલીસને સહયોગ આપ્યો હતો. જોકે આમ થતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો.

ADVERTISEMENT

With Input: સાજિદ બેલિમ

    follow whatsapp

    ADVERTISEMENT