જામનગરમાં રાઘવજી પટેલનાં મત વિસ્તારમાં સૌથી વધુ ફોર્મ ઉપડયા, ગ્રામ્ય બેઠક છે હોટ ફેવરિટ..
દર્શન ઠક્કર/ જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. અહીં…
ADVERTISEMENT
દર્શન ઠક્કર/ જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. અહીં 5 નવેમ્બરથી ફોર્મ વિતરણ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરની સાંજ સુધીમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 139 ફોર્મ ઉમેદવારોએ એકત્ર કર્યા છે. પરંતુ હજુ સુધીમાં કેમ એક પણ ફોર્મ ભરાઈને પરત તંત્ર સુધી પહોંચ્યું નથી. જાણો આની પાછળનું કારણ…
હજુ સુધી એકપણ ફોર્મ પરત આવ્યા નથી…
કારણ કે હજુ સુધી મોટાભાગના ઉમેદવારો જાહેર થયા નથી. વળી ઘણા દિવસો પણ બાકી છે. તેથી તમામ મુખ્ય પક્ષોનાં ઉમેદવારો ફોર્મ દાખલ કરે પછી જ અપક્ષોની ‘ગોઠવણી’ કેવી રીતે કરવી એનું પ્લાનિંગ સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં થતું હોય છે. આ વખતે પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ પ્રમાણે થશે.
જામનગર ગ્રામ્ય બેઠક રહી છે સૌથી વધુ ફેવરિટ!
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સૌથી વધુ ફોર્મ 77-જામનગર ગ્રામ્ય બેઠક પર ઉપડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક અત્યારે હોટ ફેવરિટ પણ રહી હોય એમ લાગી રહ્યું છે. આ બેઠક કેબિનેટ મંત્રીની છે. અહીં મોટો ખેલ પડવાની સંભાવનાઓ છે. આના માટે અત્યાર સુધીમાં 43 ફોર્મ ઉપડ્યા છે.
ADVERTISEMENT
- 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર 30 ફોર્મ ઉપડ્યા છે.
- અત્યાર સુધીમાં સૌથી વધુ ફોર્મ ઉપડ્યા હોય એવી બીજાં ક્રમની બેઠક 79-જામનગર દક્ષિણ છે. આ બેઠક પર 36 ફોર્મ ઉપડ્યા છે.
- 80-જામજોધપુર વિધાનસભા બેઠક પર 20 અને 76-કાલાવડ વિધાનસભા બેઠક પર 10 ફોર્મ ઉપડ્યા છે.
જોકે હજુ સુધી એક પણ બેઠક પર કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. આ આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે બુધવારે સવારે જાહેર કરવામાં આવ્યા છે.
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડી ધારવીયા વલ્લભભાઈએ વિધાનસભા તરફ આગે કુચ કરી હતી પરંતુ તે સમયે વાતાવરણ કોંગ્રેસ તરફી હતું. પરંતુ આ વર્ષેના સમીકરણો અલગ છે. ધારવીયા વલ્લભભાઈએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા. વલ્લભ ધારવીયા 2017માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં રાઘવજી પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા અને તે વિજેતા થયા હતા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાઘવજી પટેલને કૃષિ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. કૃષિમંત્રી પોતાની સીટ ટકાવી શકશે કે કોંગ્રેસ છીનવી શકશે? ભાજપ અને કોંગ્રેસની લડાઈ માં આમ આદમી પાર્ટીને ફાયદો થશે તે જોવાનું રહ્યું
ADVERTISEMENT
2017નું ગણિત…
જામનગર રૂલર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 251934 મતદારો નોંધાયા છે. જેમાંથી 129193 પુરુષ મતદારો તથા 122741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વેલજીભાઈ મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 70750 મત (47.79%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 64353 મત (43.47%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વિજેતા થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT