ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીએ ઉડાવ્યા દારુબંધીના લીરેલીરા, ખુદ દારુ પીધો હોવાનો સ્વીકાર પણ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગર: ગાંધીના ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહીસાગર જિલ્લામાં કડાણાના નાયબ મામલતદારનો દારુના ગ્લાસ સાથેના વીડિયો વાયરલ થયો છે. પોલીસે આ ઘટનામાં તપાસ શરુ કરી છે.

દારુબંધીના સરકારી અધિકારીએ ઉડાવ્યા ધજાગરા
આમ તો ગુજરાતમાં દારુબંધી છે પણ છાશવારે જનતા તો ઠીક દારુબંધીના લીરેલીરા ઉડાવતા અધિકારીઓ ખુદ જોવા મળતા હોય છે. મહીસાગર જિલ્લાના સરકારી અધિકારી દારુના ગ્લાસ સાથે જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. દારુબંધીની મજાક ઉડાવતા સરકારી અધિકારી સામે કાર્યવાહીની માગ ઉઠી છે. મહીસાગર પોલીસ વિભાગ મારફતે નવા વર્ષની ઉજવણીને લઈને જિલ્લામાં કોઈ નશો કરી અરાજકતા ન ફેલાવે માટે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી રહી હતી. ત્યારે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રાકેશ પરમારનો હાથમાં દારુના ગ્લાસ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહીસાગર જિલ્લામાં એક મહેસૂલી અધિકારી ધાબા પર ખુરશીમાં બેસી હાથ મા દારૂના ગ્લાસ વાળી મુદ્રામાં હોય તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જે અંગે કડાણા પોલીસ દ્રારા વાયરલ વિડીયોને આધારે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કેસમાં પોલીસે તપાસ શરુ કરી દીધી છે. પોલીસે રાકેશ પરમારના બ્લડ સેમ્પલ લીધા છે અને તમામ રિપોર્ટ કરાવવા હૉસ્પિટલમાં આપ્યા છે. બ્લડ સેમ્પલ આવ્યા બાદ નાયબ મામલતાદર સાહેબ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. સાથે તપાસ કરવા પણ પોલીસે સૂચના આપી છે.

ADVERTISEMENT

દારુ પીધો હોવાનો અધિકારીનો સ્વીકાર
સરકારી અધિકારીનો સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તેમાં સરકારી સાહેબશ્રી ખુદ જણાવી રહ્યાં છે કે, હું એવો સાહેબ છું કે પીધેલો હોયને જે બોલું તે જ આવતીકાલે બોલીશ. સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક નાયબ મામલતદાર કક્ષાનો અધિકારી સરકારને અને પોલીસ તંત્રને પડકાર ફેંકતા હોય તેમ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે આવા અધિકારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.

આ અગાઉ પણ અનેકવાર સરકારી અધિકારીઓ અને શિક્ષકોનો દારુ પીતો વીડિયો વાયરલ થયા છે.કેટલા સામે કાર્યવાહી કરવામાં આવી એવા કોઈ સમાચાર ક્યારેય સામે આવ્યા નથી. પણ દરેક વખતે પ્રતિબંધ છતા આ પ્રકારના વીડિયો એક સરકારી અધિકારીના સામે આવે એ સરકાર, પોલીસ અને પ્રશાસન તમામ સામે સવાલો ઉઠાવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT