વાવાઝોડાને લઈ અંતરીક્ષનો વીડિયો આવ્યો સામે, બિપોરજોયનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વાવાઝોડાને લઈ અંતરીક્ષનો વીડિયો આવ્યો સામે, બિપોરજોયનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતનો વીડિયો સામે આવ્યો

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્ય માટે આગામી 36 કલાક ખૂબ ભારે ગણવામાં આવે છે. ત્યારે વાવાઝોડાની અસર છેલ્લા 2 દિવસથી રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે. ત્યારે વાવાઝોડાને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડુ કચ્છથી 290 કીમી દુર છે. વાવાઝોડુ 15 મી બપોરે 5 વાગ્યા આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. આ દરમિયાન આ વાવાઝોડાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલું ભયાનક છે આ વાવાઝોડુ.

ADVERTISEMENT

બિપારજોય ગુજરાત સહિત 9 રાજ્યોને અસર કરી શકે છે. આ દરમિયાન વાવાઝોડાને લઈ અંતરીક્ષનો વીડિયો સામે આવે છે. ત્યારે વીડિયો પરથી અંદાજો લગાવી શકાશે કે કેટલું ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આ વાવાઝોડુ. બિપોરજોય આવતીકાલે સાંજે ગુજરાતમાં લેન્ડફોલ થઈ શકે છે.

જુઓ વીડિયો

ADVERTISEMENT

ADVERTISEMENT

આ 9 રાજ્યોમાં એલર્ટ
ભારતીય હવામાન વિભાગે બુધવારે કહ્યું કે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ રાજ્યો ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી છે. આટલું જ નહીં ચક્રવાતના કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ છે.

7 જિલ્લામાં તબાહી મચાવી શકે છે
આવતીકાલે 15મી જૂને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં બિપરજોયને કારણે નુકસાન થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કચ્છ ભારે નુકસાન થઈ શકે છે. આ સિવાય કેટલાક અન્ય જિલ્લાઓમ ભારે પવન અને વરસાદને કારણે નુકશાન થઈ શકે છે.

રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
15મી જૂને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 14મી જૂને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદની સંભાવના છે.

    follow whatsapp

    ADVERTISEMENT