IIT બોમ્બેમાં હોસ્ટેલના 8મા માળેથી પડતું મૂકી અમદાવાદના વિદ્યાર્થીનો આપઘાત, શનિવારે જ પરીક્ષા પતી હતી
મુંબઈ: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં અમદાવાદના એક 18 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે બપોરે હોસ્ટેલના આઠમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાની માહિતી મળી રહી…
ADVERTISEMENT
મુંબઈ: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં અમદાવાદના એક 18 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે બપોરે હોસ્ટેલના આઠમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાની માહિતી મળી રહી છે.ઘટનાને પગલે કોલેજ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
3 મહિના પહેલા જ IIT બોમ્બેમાં જોડાયો હતો
પવઈ પોલીસે જણાવ્યું કે ઘટના રવિવારે બપોરે 1 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતક વિદ્યાર્થીનું નામ દર્શન સોલંકી છે જે અમદાવાદનો હતો અને તેણે સાડા ત્રણ મહિના પહેલા જ IIT બોમ્બે જોઈન કર્યું હતું અને બીટેકનો વિદ્યાર્થી હતો. અધિકારીએ કહ્યું કે, અમારી પાસે સાક્ષી છે જેણે હોસ્ટેલ બિલ્ડીંગમાંથી દર્શનને કૂદતા જોયો હતો. અમે તેના રૂમમેટ્સના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ અને આપઘાતનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
શનિવારે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પૂરી થઈ હતી
વિદ્યાર્થીના માતા-પિતાને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે અને તેઓ મુંબઈ જવા નીકળી ગયા છે. દર્શન કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. શનિવારે જ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હતી. એવામાં કેમ્પસમાના ઘણા લોકો અભ્યાસનું પ્રેશર આપઘાત માટે જવાબદાર હોવાનું માની રહ્યા છે. જોકે અધિકારીઓ વધુ વિગતો ન મળે ત્યાં સુધી આ વાત કહેવા યોગ્ય નહીં હોય. ત્યારે હવે પોલીસ તપાસ બાદ જ વિદ્યાર્થીના આપઘાતનું સાચું કારણ જાણી શકાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT