ઝાડ નીચે ગાડી પડી હોય તો તુરંત લઈ લો, આ વીડિયો જોયા બાદ ક્યારેય નહીં કરો આવી ભૂલ
હેતાલી શાહ નડિયાદ: ઝાડ નીચે ગાડી પાર્ક કરતા હવે સો વખત વિચારજો. કારણ કે નડિયાદમાં જે ઘટના સામે આવી છે, તે જોઈને તમે પણ ચોંકી…
ADVERTISEMENT
હેતાલી શાહ નડિયાદ: ઝાડ નીચે ગાડી પાર્ક કરતા હવે સો વખત વિચારજો. કારણ કે નડિયાદમાં જે ઘટના સામે આવી છે, તે જોઈને તમે પણ ચોંકી જશો. નડિયાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને ઝાડ નીચે પાર્ક કરેલી કાર પર ઘટાદાર ઝાડની ડાળી પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.
રાજ્યમાં ચોમાસુ શરૂ થતાં જ મેઘરાજાએ વરસાદી બેટિંગ શરૂ કરી છે. રાજ્યમાં પહેલા વરસાદે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ કરી દીધી હતી. ત્યારે હવે વરસાદની બીજી ઈનીગ શરૂ થઈ ચુકી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગત મોડી રાત બાદ મેઘો આક્રમક મૂળમાં આવી ગયો હતો. અને ભારે ઉખરાટ વચ્ચે ધોધમાર વરસાદ હતો. વહેલી સવાર સુધી વરસેલા વરસાદમાં નડિયાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. એવામાં નડિયાદના સિવિલ હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર્સ કમ્પાઉન્ડમા આવેલ ઝાડ નીચે એક ગાડી પાર્ક કરવામાં આવી હતી. જોકે ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ઝાડ નીચે પાર્ક કરેલી ગાડી પર ઘટાદાર વૃક્ષની ડાળી પડતા કારને નુકસાન થયું હતું.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગણતરીની સેકન્ડમાં જ ઘટાદાર ઝાડની ડાળી કાર ઉપર પડે છે અને કારને નુકસાન થાય છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વૃક્ષ નિચે કાર પાર્ક કરવી ભારે પડી છે. એકજ મિનિટમાં જ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે ચોમાસામાં વૃક્ષનીછે કાર પાર્ક કરતાં પહેલા હવે લોકો સો વાર વિચાર કરશે.
જુઓ વીડિયો
ADVERTISEMENT
ADVERTISEMENT