‘યહૂદીઓ અને પાટીદારોના DNA મળતા આવે છે’, ગગજી સુતરિયાના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો
Anand News: સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિતે આણંદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સરદારધામના અધ્યક્ષ ગગજી સુતરિયા દ્વારા દીકરીઓની સુરક્ષાને લઈ આપવામાં આવેલા એક નિવેદનથી વિવાદનો મધપૂડો…
ADVERTISEMENT
Anand News: સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિતે આણંદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સરદારધામના અધ્યક્ષ ગગજી સુતરિયા દ્વારા દીકરીઓની સુરક્ષાને લઈ આપવામાં આવેલા એક નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તેમણે કહ્યુ કે, યહૂદીઓ અને પાટીદારોના ડીએનએ મળતા આવે છે, દીકરી શોપિંગમાં જતી હોય તો બાજુમાં લાયસન્સ વાળી રિવોલ્વર પણ સ્વરક્ષા માટે લટકતી હોવી જોઈએ. હવે આ નિવેદનને લઈને ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે.
યહૂદીઓ પાસેથી સમગ્ર ભારતે શીખવું જોઈએઃ ગગજી સુતરિયા
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદમાં સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિતે સરદારધામ ચરોતર એકમ દ્વારા ‘એક શામ સરદાર કે નામ’ લોકડાયરો અને પાટીદાર મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચરોતર એટલે કે ખેડા અને આણંદ જિલ્લામાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરદારધામને લઈ ગગજી સુતરિયાએ કહ્યું હતું કે, યહૂદીઓ પાસેથી માત્ર પાટીદાર જ નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે કે દીકરી શોપિંગમાં જતી હોય તો બાજુમાં લાયસન્સવાળી રિવોલ્વર લટકતી હોવી જોઈએ.
‘યહૂદીઓ અને આપણા DNA મળતા આવે છે’
ગગજી સુતરિયાએ વધુમાં કહ્યું હતું કે, ‘સરદાર ધામની અંદર લાઠીદાવ અને તલવારબાજી વિરાંગનાઓને શીખવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્વરક્ષણ માટે એનો અધિકાર છે.યહૂદીઓ મેનેજમેન્ટ દ્વારા દુનિયા પર આર્થિક સામ્રાજ્ય ભોગવે છે.યહૂદીઓ 88 લાખ અને આપણે સવા કરોડ છીએ.યહૂદીઓ અને આપણા DNA મળતા આવે છે.’
ADVERTISEMENT
પાટીદાર સમાજને લેવડાવ્યો સંકલ્પ
ગગજી સુતરિયાએ પાટીદાર સમાજને સંકલ્પ લેવડાવ્યો કે, બિનજરૂરી ખર્ચાઓ અને રૂઢી રિવાજોમાંથી બચત કરીને યુવા શક્તિમાં દસ વર્ષ રોકાણ કરીશું.નાના મોટાનો ભેદ ભૂલીને જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થઈશું.તન-મન-ધનથી સમગ્ર પાટીદાર સમાજની ડિઝાઇનને સ્વીકારીશું.
નિવેદનથી પાટીદારોમાં નારાજગી
મહત્વનુ છે કે, ચરોતર એકમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ભૂમી અને કર્મ ભૂમી પણ છે અને ચરોતરમાં પાટીદારોની વસ્તી પણ વધારે છે. જોકે, પાટીદાર આંદોલન સમયે ચરોતરમા આંદોલનની કોઈ જ અસર જોવા મળી નહોતી. એવામાં સરદાર જયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમા ગગજી સુતરીયાના નિવેદનને લઈને ક્યાંક પાટીદારોમા જ નારાજગી સામે આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT