પેટ્રોલ – ડીઝલ ના ભાવ વધારાને કોંગ્રેસના સરકાર પર પ્રહાર કહ્યું, અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી
અમદાવાદ: રાજ્યમાં મોંઘવારી આસમાને છે. પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં સતત ભાવ વધારાથી જનતાની હાલત કફોડી બની છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં 32 ઘટાડો…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં મોંઘવારી આસમાને છે. પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં સતત ભાવ વધારાથી જનતાની હાલત કફોડી બની છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં 32 ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાને લઈ કોંગ્રેસ આકાર પાણીએ જોવા મળી રહી છે. પેટ્રોલ – ડીઝલ – સીએનજીના ભાવને લઈ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે.
આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં 32 ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે. ગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં 32 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી. જૂન 2022 થી ક્રૂડ ઓઇલ પ્રતિ લીટર રૂપિયા 57 થી ઘટીને રૂપિયા 39 જેટલું થઈ ગયું. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે.
નાગરીકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ લૂંટયા
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ક્રુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત બન્યા છે. ભાજપ સરકારે જાણે ‘લુટતંત્ર’ ચાલતું હોય તેમ નાગરીકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે.જેના લીધે દેશની 130 કરોડ અને ગુજરાતની 6 કરોડ જનતા મોંઘવારીનાં મારમાં પીસાઈ રહી છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે 1.4 લાખ કરોડ ટેક્ષ પેટે ઉઘરાવ્યા
મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર આકરા ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. ભાજપ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કીંમતમાં 18 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે પરંતુ ભાવ ઘટાડવાને બદલે માત્ર એક જ વર્ષમાં એટલે કે વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારે 7.74 લાખ કરોડ નાણાં અને રાજ્ય સરકારે 1.4 લાખ કરોડ ટેક્ષ પેટે ઉઘરાવી લીધા છે. પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારા પાછળ ભાજપ સરકાર અને કંપનીઓ સુનિયોજિત રીતે નગરિકોનાં ખિસ્સા પર લૂંટ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ખેડૂતોને વાયદા કરી સરકાર ભૂલી ગઈ, પાટણના MLA કિરીટ પટેલે કરાવ્યું યાદ !
ADVERTISEMENT
જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી
છેલ્લા બે વર્ષમાં તુવેરદાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ. 110ને પાર થયો છે. 410માં મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે ઉપરથી ગેસ સિલીન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64માં મળતું હતુ. જેને વધારીને 97 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતુ હતુ જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યુ છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતો હતો જે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.
ADVERTISEMENT
ભાવ ઘટાડાનો લાભ આપવા કરી માંગ
ભાજપ પર આકરા પ્રહાર કરતાં પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે, આર્થિક અસમાનતા વધી રહી છે, બચત કરવાનું તો દુર જીવનનિર્વાહ કરવાનું પણ અધરું બન્યું છે. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. આર્થિક બદહાલીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતી મિત્રોનું લાખો કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહીત તમામ વર્ગને આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે આપવામાં આવે.
જાણો ક્રૂડ ઓઇલનો ભાવ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT