ચૂંટણી પહેલા ગુજરાતને લઈને ચિંતામાં PM Modi! કમલમમાં બેઠકોનો દોર શરૂ…
ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક બોલાવતા અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ગુજરાતમાં એક બાજુ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક બોલાવતા અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ગુજરાતમાં એક બાજુ AAP પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ સરકાર સામે પણ એક બાદ એક વિવિધ સંગઠનો નારાજગી જાહેર કરી રહ્યા છે. એવામાં હાઈકમાન્ડ પણ ગુજરાતમાં ટોચના નેતૃત્વના કારણે ચિંતમાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કમલમ ખાતે કોર કમિટીની બેઠક યોજાવાની હોવાના મેસેજ મળતા જ સંગઠન દોડતું થઈ ગયું હતું.
ભૂપેન્દ્ર પટેલની સરકાર આશાઓ પર ઊણી નથી ઉતરી
ગત વર્ષે જ ગુજરાતમાં આખે આખી સરકાર બદલી નાખવામાં આવી હતી. જેમાં વિજય રૂપાણી પાસેથી મુખ્યમંત્રી પદ છીનવીને તેના બદલે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકાર આશાઓ પર ઊણી ઉતરી શકી નથી. જેના કારણે હાઈકમાન્ડની ચિંતા વધી ગઈ છે.
એક જ કારમાં PM-CM કમલમ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મહાત્મા મંદિરથી એક જ કારમાં કમલમ જવા રવાના થયા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અલગ અલગ કારમાં જતા હોય છે, પરંતુ PM અને CM એક જ કારમાં જતા તેમના વચ્ચે કારમાં જ કોઈ મુદ્દે ચર્ચા થઈ હોઈ શકે છે. બીજી તરફ ગઈકાલે એરપોર્ટ પર ઉતર્યા બાદ પણ વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે જ બંધ બારણે બેઠક કરી હતી.
ADVERTISEMENT
PM મોદીના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરાયો
ખાસ બાબત એ છે કે, અગાઉ વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, તે મુજબ વડાપ્રધાન સાંજે 6 વાગ્યા બાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ અચાનક વડાપ્રધાને હોદ્દેદારોની બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
ગઈકાલે જ CM સાથે બંધબારણે બેઠક યોજી હતી
આ બાદ તેમણે જોકે મુખ્યમંત્રી બાદ પણ કે.કૈલાશનાથન સાથે વડાપ્રધાને બંધબારણે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં કે.કૈલાશ નાથન પાસેથી તેમણે ગુજરાતની કેટલીક વિશેષ પરિસ્થિતીઓનો તાગ તો મેળવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી અગાઉ અધિકારીઓનો ચિપાતા ગંઝીફા અંગે પણ ચર્ચાઓ કરી હતી. જો કે આ બાબત પીએમએ સીધુ જ માર્ગદર્શન આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT