PM મોદીના માતા હીરાબાની સ્મૃતિમાં સૌરાષ્ટ્રના આ શહેરમાં બનશે ‘હીરાબા સરોવર’, 8 દિવસમાં થશે તૈયાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: PM મોદીના માતા હીરાબાને 30 ડિસેમ્બરના રોજ નિધન થઈ ગયું. હીરાબાના નિધન બાદ વડનગરમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો તથા રાજકીય નેતાઓ આવ્યા હતા. ત્યારે હીરાબાની યાદમાં હવે રાજકોટમાં ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે. રાજકોટના ન્યારી ડેમ પર રૂ.15 લાખના ખર્ચે એક સરોવરનું નિર્માણ કરાશે જેને હીરાબા સરોવર નામ આપવામાં આવશે. આ હીરાબા સરોવર માત્ર 8 દિવસમાં બનેની તૈયાર થઈ જશે.

આવતીકાલથી શરૂ થશે સરોવરનું કામ
નોંધનીય છે કે, આ સરોવર બનાવવામાં ગીરગંરા પરિવાર ટ્રસ્ટના ભીખુભાઈ વિરાણીના સહયોગથી બનાવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત આવતીકાલે 4 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. અને તે જાન્યુઆરીના અંત સુધીમાં ઓવરફ્લો પણ થઈ જશે.

સરોવર બનાવવા પાછળ શું છે હેતુ?
આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ સરોવરના નિર્માણ બાદ પાણી બચાવો અભિયાનમાં 75મો ચેકડેમ બનશે. લોકોમાં જાગૃતિ આવે, પાણીની બચત થાય, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓને કુદરતી વાતાવરણ મળી રહે, ખેતીમાં વરસાદનું પાણી મળે, વગેરે જેવા હેતુથી આ સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

100 વર્ષની વયે હીરાબાનું નિધન
ઉલ્લેખનીય છે કે, હીરાબાનું 100 વર્ષની વયે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. PM મોદીના આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જે બાદ ગાંધીનગરના સેક્ટર-30માં આવેલા સંસ્કારધામમાં હીરાબાના હિન્દુ વિધિ-વિધાન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખુદ PM મોદી ત્યાં પહોંચ્યા હતા અને હીરાબાના અંતિમ દર્શન કરીને તેમને કાંધ આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT