Hardik Patelની Rahul Gandhiને સલાહ, ‘ભારત જોડો નહીં, કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ’
વિરમગામ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલા હાર્દિક પટેલને પાર્ટીએ વિરમગામ બેઠકથી ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી પહેલા જ ભાજપમાં આવેલા હાર્દિક પટેલે રાહુલ…
ADVERTISEMENT
વિરમગામ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલા હાર્દિક પટેલને પાર્ટીએ વિરમગામ બેઠકથી ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી પહેલા જ ભાજપમાં આવેલા હાર્દિક પટેલે રાહુલ ગાંધીની ‘ભારત જોડા યાત્રા’ને લઈને એક સ્ફોટક નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, તેમણે ભારત જોડો નહીં કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.
રાહુલ ગાંધીને હાર્દિક પટેલની સલાહ
એક ખાનગી ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે, પહેલા કોંગ્રેસ જોડવાની યાત્રા કરી લે. રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ગુજરાત આવશે કે ચૂંટણી પછી. સવાલ એ છે કે ગુજરાતની જનતા કોંગ્રેસને સાંભળવા નથી ઈચ્છતા. હું કોંગ્રેસમાં રહ્યો છું, મને ખબર છે. જે કોંગ્રેસે દરેક વખતે ગુજરાીઓનું અપમાન કર્યું, ગુજરાતની અસ્મિતા પર સવાલ ઉઠાવ્યા તે કોંગ્રેસને લોકો ક્યારેય સ્વીકારી ન શકે.
કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ આપી રહ્યા છે રાજીનામા
ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. 2017થી અત્યાર સુધીમાં કોંગ્રેસ છોડીને 19 જેટલા ધારાસભ્યોએ પક્ષનો સાથ છોડી દીધો છે અને એક બાદ એક ઝટકો આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવામાં કોંગ્રેસમાંથી મોટા અને જાણીતા ચહેરાઓ ભાજપમાં જતા રહેતા પાર્ટીને ચૂંટણીમાં પણ તેનું ઘણું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
વિરમગામથી ચૂંટણી લડી રહ્યા છે હાર્દિક પટેલ
ઉલ્લેખનીય છે કે, 2015માં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલ 2019માં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાં તેમણે કાર્યકારી અધ્યક્ષનું પદ પણ આપવામાં આવ્યું હતું. જોકે ગુજરાતમાં ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ તેમણે કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વ તથા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ભાજપે ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT