વેલેન્ટાઈન્સ-ડે પર Hardik Pandya બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે! જાણો કોણ હશે તેની દુલ્હનિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Hardik Pandya: ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટન અને ધાકડ ઓલકાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. આ ફેમસ કપલના પ્રાઈવેટ લગ્નને 3 વર્ષ પૂરા થઈ ગયા છે. 2020માં લગ્ન જીવનની શરૂઆત કરનારું આ કપલ વેલેન્ટાઈન્સ ડેના દિવસે ફરી મોટા વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યું છે.

2020માં હાર્દિક-નતાશાના લગ્ન થયા હતા
મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. બંનેનો એક દીકરો પણ છે. આ બંનેએ 1લી જાન્યુઆરી 2020એ સર્બિયાની મોડલ નતાશા સાથે સગાઈ કરી હતી. કોર્ટમાં લગ્નમાં થયા બાદ લગભગ 7 મહિને હાર્દિક પિતા બન્યો હતો.

પંડ્યાએ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. હવે આ બંને પારંપરિક રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે પહેલા એક સામાન્ય કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે એક ભવ્ય લગ્ન થશે. જેમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ પણ સામેલ થઈ શકે છે.

ADVERTISEMENT

13થી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે લગ્ન સમારોહ
મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્ન સમારોહ આજે 13 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે જે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા પ્રી-વેડિંગ સેલિબ્રેશન ધૂમધામથી આયોજિત કરવામાં આવશે. સમારોહની તૈયારી પાછલા વર્ષે નવેમ્બરમાં જ શરૂ કરી દેવામાં આવી હતી. હાર્દિક પંડ્યાના લગ્નનો પ્રોગ્રામ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT