હરભજન સિંહના સંબોધનમાં પરિવર્તનના નારા લાગ્યા, AAPના રોડશોમાં ક્રિકેટરે પોતાની સફર યાદી કરી કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે પાર્ટીના દિગ્ગજો સાથે સરસપુર ખાતેથી રોડ શો શરૂ કર્યો હતો. જેમાં ઈન્ડિયન ટીમના ક્રિકેટર હરભજન સિંહ પણ આમાં જોડાયા હતા. હરભજનના સંબોધન દરમિયાન લોકોએ પરિવર્તનના નારા લગાવ્યા. નોંધનીય છે કે ભજ્જીએ પોતાની ક્રિકેટની કારકિર્દીની સફર પણ વર્ણવી હતી.

ભજ્જીએ પૂછ્યું ‘કેમ છો’
હરભજન સિંહે ગુજરાતની જનતાને પૂછ્યું કે કેમ છો. ત્યારે રોડ શોમાં હાજર લોકોએ ઈન્ડિયન ક્રિકટરને ચિયર કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં ત્યારપછી હરભજન સિંહે કહ્યું કે આ વખતે ગુજરાતમાં શું આવશે તો જનતાએ પરિવર્તનનાં નારા લગાવ્યા હતા.

હરભજને ક્રિકેટની સફર યાદ કરી વીજળીનો મુદ્દો ઉઠાવ્યો…
હરભજન સિંહે કહ્યું કે ગુજરાતમાં પરિવર્તન આવશે ત્યારે વીજળી પણ ફ્રીમાં આવશે. આગામી 8 ડિસેમ્બરે મજા આવી જવી જોઈએ. આની સાથે તેણે કહ્યું કે જેવી રીતે ઈન્ડિયન ટીમમાંથી હું રમતો હતો ત્યારે જેવો મને પ્રેમ આપ્યો. એવો જ અહીં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આપજો. હવે પરિવર્તન આવશે અને ગુજરાતની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીને તક આપજો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT