IPL: ગુજરાત પ્લેઓફમાં સ્થાન મેળવવા ઉતરશે મેદાને, હૈદરાબાદ હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સની ટીમે આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મજબૂત પ્રદર્શન કરીને અગાઉની મેચની નિષ્ફળતાને ભૂલીને ઇન્ડિયન પ્રીમિયર લીગ  પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ માટે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે વધુ એક જીત પૂરતી હશે, જ્યારે સનરાઇઝર્સ પાસે 11 મેચમાં ચાર જીતથી આઠ પોઈન્ટ છે અને તે આગલા રાઉન્ડમાં સ્થાન મેળવવાની સ્પર્ધામાંથી લગભગ બહાર છે. તેના માટે આ આરપરની લડાઈ છે.

ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપ પર
ગુજરાતને છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે  હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ  મેચમાં રાશિદ ખાને બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેના અન્ય ખેલાડીઓ ચાલી શક્યા ન હતા. ગુજરાતના બોલરો સૂર્યકુમાર યાદવને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે તેના બેટ્સમેન પણ પિચ પર ટકી શક્યા ન હતા. ગુજરાત 12 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં હજુ પણ ટોપ પર છે. પરંતુ હવે તેણે જૂની ભૂલોને સુધારીને બાકીની બે મેચમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

સનરાઇઝર્સ માટે આરપારની લડાઈ
સનરાઇઝર્સની ટીમ માટે હવે ખરાખરીનો જંગ છે. બાકીની ત્રણેય મેચ જીતવા ઉપરાંત તેણે અન્ય ટીમોના પરિણામો માટે પ્રાર્થના કરવી પડશે. સનરાઇઝર્સ ટીમ પોતાની ભૂલોને કારણે આ સ્થિતિમાં છે. એક તબક્કે તેઓ લખનૌ સુપરજાયન્ટ્સ સામે જીતની સ્થિતિમાં હતા પરંતુ તેમના બોલરો છેલ્લી છ ઓવરમાં 80 રનનો બચાવ કરી શક્યા ન હતા.લખનૌ તરફથી નિકોલસ પૂરને મેચ પલટાવી દીધી હતી. હૈદરાબાદનો ટોપ ઓર્ડર અને મુખ્ય બોલરો ખરાબ રીતે ફ્લોપ થયા છે. મયંક અગ્રવાલની જગ્યાએ ટોચના ક્રમમાં અનમોલપ્રીત સિંહનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ હજુ સુધી અસર કરી શક્યો નથી.

ADVERTISEMENT

રાહુલ ત્રિપાઠીની નિષ્ફળતા પણ ટીમને ભારે પડી રહી છે. તેણે અત્યાર સુધી 11 મેચમાં માત્ર 199 રન બનાવ્યા છે. કેપ્ટન એડન માર્કરામ પણ કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 10 મેચમાં 207 રન બનાવ્યા છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકી નથી, તેણે તેની છેલ્લી મેચ 29 એપ્રિલે રમી હતી. જોકે અબ્દુલ સમદનું ફોર્મમાં પરત આવવું ટીમ માટે સકારાત્મક સંકેત છે.

પ્લેઇંગ 11
સનરાઇઝર્સ હૈદરાબાદ:
એડન માર્કરામ (કેપ્ટન), અબ્દુલ સમદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો યાનસન, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, આદિલ રાશિદ, મયંક માર્કંડે, વિવંત શર્મા, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, ઉપેન્દ્ર યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકીલ હુસૈન અને અનમોલપ્રીત સિંહ.

ADVERTISEMENT

ગુજરાત ટાઇટન્સઃ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે. , જયંત યાદવ , આર. સાઈ કિશોર, નૂર અહેમદ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ અને મોહિત શર્મા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT