KKR vs GT: વિજય શંકરે વિસ્ફોટક બેટિંગથી બાજી પલટી નાખી, KKRને હરાવીને ગુજરાત ટાઈટન્સ ટોપ પર

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલકાતા: IPL 2023ની મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટે હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સ ખાતેની મેચમાં કોલકાતાએ ગુજરાતને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ગુજરાતની જીતના હીરો વિજય શંકરે અણનમ 24 બોલમાં 51 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેવિડ મિલરે 18 બોલમાં 32 રનની ઈનિંગ્સ રમી હતી.

શુભમન ગિલ 49 રન બનાવી આઉટ થયો
ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી અને રિદ્ધિમાન સાહાએ શુભમન ગિલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. આન્દ્રે રસેલે સાહાને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલ 49 રન (35 બોલ, 8 ફોર) બનાવીને સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો. તે જ સમયે, પંડ્યા 26 રનના સ્કોર પર હર્ષિત રાણાના હાથે આઉટ થયો હતો.

ADVERTISEMENT

કોલકાતાની પ્રથમ બેટિંગ
આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા KKR ટીમે 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે કોલકાતા માટે તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 39 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુરબાજે 7 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. જ્યારે બર્થડે બોય આન્દ્રે રસેલે 19 બોલમાં 34 રન ફટકાર્યા હતા. તેણે 3 સિક્સર ફટકારી હતી.

ADVERTISEMENT

ભીના મેદાનને કારણે મેચની શરૂઆત લગભગ 45 મિનિટ મોડી થઈ હતી. આ સિઝનમાં કોલકાતા અને ગુજરાત વચ્ચે આ બીજી ટક્કર હતી. છેલ્લી મેચમાં કેકેઆરનો વિજય થયો હતો. જેમાં છેલ્લી ઓવરમાં રિંકુ સિંહે સતત 5 સિક્સર ફટકારીને કોલકાતાની ટીમને જીત અપાવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT