તુર્કીને સજા આપવા અમેરિકા લાવ્યું ભુકંપ! આ ‘હથિયાર’ની થઈ રહી છે ચર્ચાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ તુર્કી અને સીરિયામાં સોમવારે વહેલી સવારે આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દેશમાં સાત દિવસના શોકની જાહેરાત કરી છે. અમેરિકા, ભારત સહિત ઘણા દેશોએ તુર્કીની મદદ માટે ટીમ મોકલી છે. એક તરફ જ્યાં લોકો સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ એક વર્ગ એવો છે જે આ ભૂકંપને લઈને ષડયંત્રની થિયરી પર ચર્ચા કરી રહ્યો છે. આવા લોકોનું કહેવું છે કે આ ભૂકંપ તુર્કીને સજા આપવાનું અમેરિકાનું કાવતરું છે.

જામનગરઃ ઢોર પકડતાં ગાયનું મોત થતા ગૌ પ્રેમી આકરાઃ કહ્યું ‘માનવતા રાખો’

ભૂકંપ વખતે વીજળીની થિયરી
સોશિયલ મીડિયા પર લોકોનો એક વર્ગ કહી રહ્યો છે કે આ ભૂકંપ અમેરિકાએ તેના અત્યંત આધુનિક ટેકનોલોજી પ્રોજેક્ટ HAARPનો ઉપયોગ કરીને બનાવ્યો છે. ભૂકંપ સમયે વીજળી પડવાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભૂકંપ કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યો હતો. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે ભૂકંપમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના નથી.

ADVERTISEMENT

લોકોએ કહ્યું તુર્કીને સજા અપાઈ
યૂઝર્સ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે તુર્કીએ પશ્ચિમી દેશોના બતાવેલા માર્ગ પર ચાલવાની ના પાડી છે, જેના કારણે અમેરિકાએ તેને આ સજા આપી છે. કુરાન સળગાવવાની ઘટનાઓને જોતા તુર્કીએ સ્વીડન માટે નાટોમાં સામેલ થવાનો રસ્તો બંધ કરી દીધો હતો. આ અંગે લોકો કહી રહ્યા છે કે તુર્કીને આની સજા આપવામાં આવી છે.

ADVERTISEMENT

Snezhina Boahen યુઝરે ટ્વિટર પર લખ્યું, ‘તુર્કીમાં ભૂકંપ નાટો અથવા યુએસ દ્વારા HAARP ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. તુર્કીને સજા આપવા માટે આવું કરવામાં આવ્યું છે. વિડિયો ભૂકંપ પહેલા વીજળી બતાવે છે, જે ભૂકંપમાં સામાન્ય નથી, પરંતુ HAARP કામગીરીમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા, યુએસ સહિત ઘણા પશ્ચિમી દેશોએ સુરક્ષા કારણોને ટાંકીને તુર્કીમાં તેમના દૂતાવાસને અસ્થાયી ધોરણે બંધ કરી દીધા હતા. ઘણા યુઝર્સ આને લઈને આશંકા વ્યક્ત કરી છે કે આ કારણથી અમેરિકાએ પોતાની એમ્બેસી બંધ કરી દીધી હતી અને તુર્કીથી પોતાના લોકોને બોલાવ્યા હતા.

ADVERTISEMENT

અમેરિકાના દૂતાવાસ બંધ કરાયા
વીડિયો શેર કરતા ટ્વિટર યુઝરે લખ્યું, ‘આ વાદળો 2 ફેબ્રુઆરી, 2023ના રોજ કૃત્રિમ ભૂકંપ બનાવવા માટે આયોનોસ્ફિયરને સક્રિય કરનાર યુએસ હથિયાર HAARPને કારણે દેખાયા હતા. અમેરિકા તુર્કીમાં કૃત્રિમ ભૂકંપ બનાવવા માંગતું હતું, તેથી તેણે જાણી જોઈને વાણિજ્ય દૂતાવાસ બંધ કરી દીધા. જોકે આમાં કેટલું સત્ય છે તે કહી શકાય નહીં. આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, ન તો કોઈ વૈજ્ઞાનિકે આ સિદ્ધાંતને મંજૂરી આપી છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અંગે ષડયંત્રની થિયરીઓ બહાર આવી રહી છે.

HAARP પહેલા પણ નિશાના પર રહ્યું છે
આ પ્રથમ વખત નથી કે ષડયંત્ર સિદ્ધાંતોમાં આવી આપત્તિઓ માટે HAARPને દોષી ઠેરવવામાં આવ્યું હોય. અગાઉ, હૈતીમાં 2010ના ભૂકંપ, 2010માં ચિલીમાં આવેલા ભૂકંપ અને સુનામી અને 2011માં જાપાનમાં આવેલા ભૂકંપ અને સુનામી માટે પણ HAARPને દોષી ઠેરવવામાં આવ્યું હતું. વિશ્વના ઘણા નેતાઓએ પણ આપત્તિઓમાં HAARPની ભૂમિકા પર આંગળી ચીંધી છે. 2010 માં, ઈરાનના તત્કાલિન રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે અમેરિકાના HAARP પર પાકિસ્તાનને પૂર માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો બનાવવાનો આરોપ મૂક્યો હતો. તે જ વર્ષે, વેનેઝુએલાના તત્કાલિન રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝે કહ્યું હતું કે યુએસ ટેકટોનિક શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે અને તે જ હૈતીમાં વિનાશક ભૂકંપનું કારણ હતું.

ટ્વિટર પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ભારતમાં શરૂ, બ્લુ ટિક માટે દર મહિને રૂપિયા ચૂકવવા પડશે આટલા

HAARP શું છે?
HAARP એ અલાસ્કામાં એક વેધશાળા પર આધારિત અમેરિકન પ્રોજેક્ટ છે, જે રેડિયો ટ્રાન્સમીટરનો ઉપયોગ કરીને ઉપરના વાતાવરણ (આયોનોસ્ફિયર)નો અભ્યાસ કરે છે. તે 1990 ના દાયકાના અંતથી સક્રિય છે. તે પ્રોજેક્ટની સત્તાવાર વેબસાઇટ પર લખાયેલું છે કે તે આયનોસ્ફિયરના ગુણધર્મો અને વર્તનનો અભ્યાસ કરે છે. આયનોસ્ફિયર પૃથ્વીની સપાટીથી લગભગ 50 થી 400 માઇલ સુધી વિસ્તરે છે, ઠીક અવકાશના કિનારા તરફ ફેલાયેલું છે.

OBC કમિશન મામલે ઇસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર કહ્યું, સરકારની OBC વિરોધી માનસિકતા

અલાસ્કા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘HAARP એ આયનોસ્ફિયરનો અભ્યાસ કરવા માટે વિશ્વનું સૌથી સક્ષમ ઉચ્ચ-શક્તિ, ઉચ્ચ-આવર્તન ટ્રાન્સમીટર છે. જો કે, આ પ્રોજેક્ટ દ્વારા ભૂકંપના દાવાઓનો ક્યારેય સત્તાવાર જવાબ આપવામાં આવ્યો ન હતો. તેના ઘણા વૈજ્ઞાનિકોએ ચોક્કસપણે કહ્યું છે કે આ પ્રોજેક્ટ દ્વારા હવામાન પર કોઈ નિયંત્રણ કરી શકાતું નથી. ઑક્ટોબર 2022 માં, HAARP તેની નવી વેધશાળામાં તેના સૌથી મોટા પ્રયોગો શરૂ કર્યા, પરંતુ તેણે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે HAARP ભૂકંપ લાવવાની ક્ષમતા ધરાવે છે. તે જ સમયે, સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત 2017ના અભ્યાસમાં જણાવાયું છે કે કુદરતી અને માનવસર્જિત બંને ધરતીકંપમાં ધ્રુજારી અને નુકસાન થવાની સમાન ક્ષમતા છે.

    follow whatsapp

    ADVERTISEMENT