સુરત: પાંચ વર્ષની બાળકી ગળી ગઈ વીંટી, અન્નનળીમાં ફસાઈ જતા ઓપરેશન

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરત: ગુજરાતના સુરતમાં પાંચ વર્ષની બાળકીએ રમતા રમતા વીંટી ગળી ગઈ. બાળકીના માતા-પિતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તપાસ કરતાં અન્નનળીમાં વીંટી ફસાઈ ગઈ હોવાનું જણાયું. ત્યારબાદ તબીબોએ તાત્કાલિક બાળકીની સારવાર શરૂ કરી અને દૂરબીનની મદદથી ઓપરેશન કરીને એક કલાકમાં જ વીંટી કાઢી નાખી.

સુરતમાં કોંગ્રેસના મહિલા નેતા જ દારૂની હેરાફેરી કરતા પોલીસે કરી ધરપકડ

મોંઢામાં વીંટી મુકી તો ગળા સુધી આવી ગઈ
ઘણી વખત માતા-પિતા તેમના બાળકોને રમવા માટે છોડી દે છે અને કામમાં વ્યસ્ત થઈ જાય છે. 5 વર્ષની બાળકીએ રમતી વખતે વીંટી ગળી લીધી હતી. મૂળ ઓડિશાના અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતની 5 વર્ષની બાળકી મનસ્વી મંગળવારે ઘરે રમી રહી હતી. આ દરમિયાન બાળકીએએ તેના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં મુકી હતી, ત્યારબાદ અચાનક તેના ગળામાં વીંટી આવી જતાં બાળકીએને ગળામાં દુખાવો થવા લાગ્યો હતો. બાળકીએએ વીંટી ગળી ગયાના સમાચાર બાદ પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આ પછી પરિવારજનો બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હવામાન વિભાગની માવઠાની આગાહી પહેલા જ અંબાલાલ પટેલે શું કહ્યું હતું, જુઓ Video

એક્સરેમાં દેખાયું વીંટી અન્નનળીમાં છે
સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના તબીબોએ એક્સ-રે સહિતના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અન્નનળીમાં રિંગ ફસાઇ હોવાનું જણાયું હતું. રિંગ ફસાઈ જવાને કારણે બાળકીએને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટરોએ તરત જ તેની સારવાર શરૂ કરી દીધી. સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે બાળકીના ઓપરેશન માટે નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોકટરોએ અન્નનળીમાં જ્યાં રિંગ અટકી હતી ત્યાં માઇક્રોસ્કોપ મોકલ્યો. લગભગ એક કલાક સુધી દૂરબીનની મદદથી અન્નનળીમાં ફસાયેલી રિંગને બહાર કાઢવામાં ડોક્ટરોને સફળતા મળી હતી. વીંટી બહાર આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT