સુરતનની 327 સ્કૂલમાં 1291 શિક્ષકોની ઘટ, કેવી રીતે ભણશે ગુજરાત?
સંજયસિંહ રાઠોડ.સુરત: સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા સંચાલિત સરકારી સ્કૂલ્સમાં શિક્ષકોની ઘટ ખૂબ જ છે અને સ્કૂલ્સમાં શિક્ષકોની ઘટ આજની નથી વર્ષોથી સમસ્યા રહી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરત: સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા સંચાલિત સરકારી સ્કૂલ્સમાં શિક્ષકોની ઘટ ખૂબ જ છે અને સ્કૂલ્સમાં શિક્ષકોની ઘટ આજની નથી વર્ષોથી સમસ્યા રહી છે. એવામાં અહીં ભણનારા બાળકો કેવી રીતે ભણી શકશે એ આપ પણ વિચારી શકો છો. સુરત મહાનગરપાલિકાની 327 સ્કૂલ્સમાં 1291 કાયમી શિક્ષકોની પહેલેથી જ અછત છે અને જે શિક્ષકોએ સ્કૂલ્સમાં ભણાવી રહ્યા છે એમને સરકાર બીજા કામ પણ સોંપતી હોય છે. એટલે કે સ્કૂલ્સમાં શિક્ષકોની અછત ખૂબ જ વધી જાય છે.
અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકારની વધારી ચિંતા, ગૃહમાં સરકારી અનાજના જથ્થા વિષે જાણો શું કરી ફરિયાદ
વિરોધ પક્ષ શું કહે છે
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં આમ. આદમી પાર્ટી તરફથી વિરોધ પક્ષના નેતા રાકેશ હિરપરા જણાવ્યું હતું કે ભાજપ શાસનવાળી મહાનગરપાલિકા અને ભાજપ શાસનવાળી રાજ્ય સરકાર શિક્ષણ મુદ્દે સંવેદનશીલ નથી. એટલા માટે સ્કૂલ્સમાં શિક્ષકોની અછત સમસ્યા બની છે. રાકેશ હિરપરાએ શું કહ્યું છે આવો જાણીએ. તે કહે છે કે, સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતની ગુજરાતી, મરાઠી, ઉર્દુ અને હિન્દી માધ્યમની તમામ સ્કૂલ્સમાં શિક્ષકોની અછત છે. સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં ચાલી રહેલી હિન્દી માધ્યમની સ્કૂલમાં પણ અંદાજે 2 હજાર બાળકો ભણવા આવે છે. બાળકોને ભણાવવા માટે સ્કૂલમાં કાયમી શિક્ષક માત્ર 11 જ છે. જ્યારે પ્રવાસી શિક્ષકો 24 જેટલા છે. આ સ્કૂલના પ્રિન્સિપલે શિક્ષકોની અછતને લઈને જણાવ્યું હતું કે, શિક્ષકોની અછતના કારણે બહુ જ તકલીફ પડી રહી છે પણ પ્રવાસી શિક્ષકેની મદદથી કામ ચલાવી રહ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT