બોડેલીઃ બે બાળકોના મોતનું કારણ બનેલા દીપડાને ઝડપી પડાયો, લોકોની ચિંતાઓ ઘટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આદમખોર બનેલા દીપડાએ એક સપ્તાહના ગાળામાં બે બાળકો પર હુમલો કરી ખેંચીને લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યા હોવાના બનાવથી સમગ્ર પંથક સમસમી ગયું હતું. એક પછી એક બનેલી આ ઘટનાઓએ લોકોને અને પોતાના સંતાનોને લઈને લોકોમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું હતું. બોડેલી પંથકમા ભયનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા હતા તો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું પણ ટાળી રહ્યા હતા. આ દીપડાને હવે દસ દિવસની મહેનત બાદ ઝડપી પાડવામાં આવ્યો છે.

તુર્કીની આગાહી કરનાર વૈજ્ઞાનિકનો દાવો, ભારતમાં આવશે મહાભયાનક ભુકંપ

લોકો કેવા ડરી ગયા હતા?
આદમખોર દીપડાને પકડવા છેલ્લા દસ દિવસથી રાત દિવસ એક કરી વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓના મહેનત કરી રહ્યા હતા. દીપડાને પકડવા મુલધર, ટોકરવા , ધોળીવાવ, સહિતના વિસતારોમાં 14 જેટલા પાંજરા મુક્યા હતા દસ-દસ દિવસ સુધી દીપડો હાથતાળી આપતા વન વિભાગને સફળતા મળતી ન હતી. જેને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને લોકોને આખી રાત્રી ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો. બબ્બે બાળકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવાના બનાવને પગલે બોડેલી પંથકમાં દીપડાની દહેશત સાથે માતમનો માહોલ છવાયો હતો. આદમખોર બનેલા દીપડાએ બોડેલી પંથકમાં હાહાકાર મચાવ્યો જેને લઇ ટોકરવા, મુલધર, ધોળીવાવ સહિતના ગ્રામ જનો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા હતા.

જંત્રીને લઈ જાણો શું લેવાયો કેબિનેટ બેઠકમાં નિર્ણય? ઋષિકેશ પટેલે કરી જાહેરાત

ઘણા નિષ્ફળ પ્રયાસો પછી ઝડપાયો
શાળામાં વિદ્યાર્થીઓનો સંખ્યા ઘટી તો કેટલાક વાલીઓ પોતાના બાળકને શાળાએ છોડવા જાય અને આચાર્ય પોતાની શાળામાં આવતા વિદ્યાર્થીઓને શાળામાં આવ્યા બાદ શાળાના ગેટ બંધ કરી અભ્યાસ કરાવી બાદમાં તેમને સુરક્ષીત ઘરે પહોંચાડી પોતાની ફરજ બજાવતા હતા. વન વિભાગ દ્વારા અગાઉ બોડેલી નજીકના મુલધર ગામના બનાવ બાદ આ માનવભક્ષી દીપડાને પકડવા મૂકવામાં આવેલા પાંજરાને ત્યાંથી હટાવી બીજી જગ્યા બદલી બીજા વધુ પાંજરા પણ મંગાવી ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ આદમખોર દીપડો પકડથી દુર હતો. બોડેલી નજીકના કકરોલિયા અને ટોકરવા ગામ વચ્ચે દીપડો દેખાતા વન વિભાગની ટીમે દીપડાનો ઘેરાવો કર્યો હતો પંથકમાં ક્યાં અને ક્યારે હુમલો કરશે તેવી દહેશત સતત લોકો સેવી રહ્યા હતા. આ માનવ ભક્ષી દીપડાને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે બોડેલી નગર સહીત પંથકના તમામ લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ દીપડા હાલોલ રેસ્ક્યુ સેન્ટર લઈ જવાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT