બોલો… હજુ તો માવઠાની આગાહી થઈ’ને અમદાવાદમાં પડી ગયો ભુવો, આખો ઉનાળો હજુ બાકી
અમદાવાદઃ હજુ તો હમણાં ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 4થી 8મી માર્ચ સુધીમાં વરસાદ થવાની આગાહી કરી…
ADVERTISEMENT
અમદાવાદઃ હજુ તો હમણાં ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 4થી 8મી માર્ચ સુધીમાં વરસાદ થવાની આગાહી કરી છે. માવઠાની આગાહીથી ખેડૂતો તો પરેશાન જ છે પરંતુ માવઠાની આગાહીની જાણ થતા જાણે કે રોડ પર દર વર્ષે વરસાદમાં પડતા ભુવાઓ પણ ડોક્યું કરવા તલપાપડ થઈ ગયા હોય તેમ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા પર જ ભુવો પડ્યો છે.
ચોમાસાને તો ઘણી વાર છે
આમ તો સામાન્યતઃ ચોમાસામાં ભુવા પડવાની ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ. રોડના એવા કામ આપણે ત્યાં થતા હોય છે અને તેમાં પણ કુદરત, બસ પછી તો ભુવા જ ભુવા, જોકે અહીં તો હજુ ચોમાસાને ઘણી વાર છે હજુ તો આખો ઉનાળો ઊભો છે, ઉનાળો વિત્યા પછી ચોમાસાની શરૂઆત થશે, પણ અત્યારથી જ ભુવા પડવાની ઘટના સામે આવતા સહુ અચરજ પામ્યા છે. અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પર આ ભુવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ હવામાન ખાતા દ્વારા આગામી 4 અને 5 તારીખે વરસાદની એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અહીં ચર્ચા ચાલી છે કે વરસાદની બસ હજુ તો આગાહી જ થઈ છે ત્યાં અમદાવાદમાં ભુવો પણ પડી ગયો.
શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.
ADVERTISEMENT
વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.
ADVERTISEMENT