જામનગર મહાનગરપાલિકાને આવકમાં જરા રસ નહીં, કરોડોનો વેરો વસુલવાનો બાકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર મહાનગરપાલિકાને ગ્રાન્ટ સિવાય એકમાત્ર મિલકત વેરાની મુખ્ય આવક છે. આમ છતાં વર્ષ 2022-23 માં પણ કરોડો રૂપિયાનો વેરો વસૂલાયો નથી. આટલું જ નહીં મનપાની મિલકત વેરા શાખાના સ્ટાફને દર વર્ષે સવા બે કરોડનો પગાર ચૂકવવામાં આવે છે. છતાં વેરા વસૂલાત વામણી હોવાથી કરોડો રૂપિયાનો વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે. નોટિસ, વોરંટ અને અનુસૂચિની કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવતા બાકીદારો વેરો ભરવામાં બેદરકાર છતાં મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

16 વોર્ડમાંથી માત્ર 56 કરોડની જ વસુલાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તા.1-4-2006 થી ક્ષેત્રફળ આધારિત મિલકત વેરાની વસૂલાત શરૂ કરવામાં આવે છે, પરંતુ શરૂઆતથી જ વેરા વસૂલાતમાં મનપા વામણી પૂરવાર થઇ છે. જેના કારણે દર વર્ષે બાકી વેરાનો આંકડો ઘટવાને બદલે વધી રહ્યો છે. વર્ષ 2022-23 માં શહેરના 16 વોર્ડમાં મિલકત વેરાના રૂ.56 કરોડ ની વસૂલાત થઇ છે. નવાઇની વાત તો એ છે કે, મિલકત વેરા શાખામાં 9 કાયમી, 11 આઉટસોર્સીંગ, 2 એપ્રેન્ટીસ, કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેઓને દર વર્ષે સવા બે કરોડ પગાર ચૂકવામાં આવી રહ્યો છે. આમ છતાં મહત્તમ બાકીદારોને નોટિસ, વોરંટ અને અનુસુચિ ફટકારી સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કરોડોનો મિલકત વેરો બાકી છે.

ADVERTISEMENT

બજરંગ દળ મક્કમ, કોઈ પણ સંજોગોમાં પઠાણ ફિલ્મ રીલીઝ નહીં થવા દે, જાણો કોણે આપ્યું

મિલકત જપ્તીની કાર્યવાહી બંધ થતા બાકીદારોને મોકળું મેદાન
જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરો ન ભરનાર આસામીઓને નિયમ મુજબ નોટિસ, વોરંટ પાઠવી અંતે મિલકત જપ્ત કરવામાં આવતી હતી. પરંતુ મનપા દ્વારા આ કાર્યવાહી અચાનક બંધ કરવામાં આવતા કામગીરી સામે સવાલ ઉઠયા છે. આથી બાકીદારોને મોકળું મેદાન મળી ગયું છે. આટલું જ નહીં, જે આસામીઓનો મિલકત વેરો બાકી છે તેઓના નામ પણ જાહેર કરવામાં આવતા નથી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT