लाइव

Gujarat News 9 March LIVE: રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે કર્યો પ્રચાર

ADVERTISEMENT

latest live news
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News 9 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:06 PM • 09 Mar 2024
    રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ચૈતર વસાવા જોડાયા

    આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આજે 9 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ભરૂચ લોકસભાના નેત્રંગ ખાતે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી અને ચૈતર વસાવાએ સાથે મળીને ભારત જોડો ન્યાય યાત્રાને આગળ વધારી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે મુદ્દે, સામાજિક સમાનતા, અગ્નિ વીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી. 

    આ દરમિયાન આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ ભાજપનું ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. 28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે. હાલ રાહુલ ગાંધીજીને ન્યાય યાત્રાના કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ લોકોનું સમર્થન જોઈને ચોક્કસપણે કહી શકીએ છીએ કે પરિવર્તનનો સમય આવી ગયો છે. 

  • 01:43 PM • 09 Mar 2024
    છોટુ વસાવાએ યોજી બેઠક


    BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે, ત્યારે તેમના પિતા અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં નવી પાર્ટી બનાવવાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. 
     

  • 01:41 PM • 09 Mar 2024
    મનસુખ માડવીયાએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માડવીયાં પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર મનસુખ માંડવીયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. મનસુખ માંડવીયાએ યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના દર્શન કર્યા, જે બાદ તેઓએ યાત્રાધામ વિરપુરથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા કરી હતી. મનસુખ માડવીયાંની પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ નરેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પદયાત્રામાં ધારાસભ્યો જયેશ રાદડીયા,રમેશ ટીલાડા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

  • 10:07 AM • 09 Mar 2024
    સુરેન્દ્રનગરઃ ગેસ ગળતરથી બે શ્રમિકોના મોત

    સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલનો કુવો ખોદતા ગેસ ગળતરથી બે શ્રમિકોના મોત મામલે વાડી માલિક સહિત 3 શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. તંત્ર દ્વારા બુરવામાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના ખાડો ફરી ખોદતા ગેસ ગળતરથી બે શ્રમિકોના રાત્રે મોત નિપજ્યા હતા અને એક શ્રમિકને ઈજાઓ પહોંચી હતી. મૃતક શ્રમિકોના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જે બાદ વાડી માલિક પીઠાભાઇ જગાભાઇ પાંચાલ, ખોદકામ કરાવનાર ગોપાલભાઇ ભરવાડ અને બાબુભાઇ આલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

  • ADVERTISEMENT

  • 09:41 AM • 09 Mar 2024
    નિર્માણાધીન મેડિકલ કોલેજમાં દુર્ઘટના

    મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. હાલ કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,  સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલા ચારેક જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી 3 શ્રમિકોને બહાર કઢાયા છે, હજુ એક દટાયો હોવાની સંભાવના છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

    આ અંગેની જાણ થતાં જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યુ કે, આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ બેદરકાર વ્યક્તિને છોડવામાં નહિ આવે.

follow whatsapp

ADVERTISEMENT