IAS ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચી ગુજરાત સરકારે આ જવાબદારી સોંપી, દુષ્કર્મ-બે લગ્નના હતા આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત કેડરના IAS અધિકારી ગૌરવ દહિયા મામલે મોટી ખબર સામે આવી રહી છે. ગુજરાત સરકારે ગૌરવ દહિયાનું સસ્પેન્શન પરત ખેંચ્યું છે અને તેમને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. જ્યારે હાલમાં આ જવાબદારી સંભાળી રહેલા IAS એ.બી રાઠોડને વધારાની જવાબદારીથી મુક્તિ આપી છે. IAS ગૌરવ દહિયા સામે એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે તપાસ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે ગૌરવના વકીલ દ્વારા તમામ આરોપો ખોટા હોવાનું જણાવાયું હતું.

ગુજરાત સરકારે 2019માં સસ્પેન્ડ કર્યા હતા
દિલ્હીની નિવાસી મહિલાએ ગૌરવ દહિયા પર બે લગ્ન કરવાનો અને છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો. 2010ની બેચના IAS અધિકારી ગૌરવના મામલ માટે સરકારે તપાસ સમિતી બનાવી હતી. આ સમિતી સામે ગૌરવ દહિયા બે વખત હાજર થયા હતા. તપાસ સમિતીના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

ADVERTISEMENT

શું હતો IAS ગૌરવ દહિયા પર આક્ષેપ?
અલીગઢની રહેવાસી મહિલાએ નેપાળની નેશનલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું છે. વર્ષ 2017માં, મહિલા અત્રૌલીમાં તેની દાદીના ઘરે હતી, ત્યારે તેને ફેસબુક મેસેન્જર પરથી મેસેજ મળ્યો. મેસેજ મોકલનારનું નામ ગૌરવ દહિયા હતું. જ્યારે મહિલાએ ગૌરવ દહિયાની ફેસબુક પ્રોફાઇલ ચેક કરી ત્યારે ગૌરવે પોતાને ગુજરાત કેડરનો IAS ગણાવ્યો હતો. ગૌરવ દહિયાએ મહિલાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તેના માતા-પિતાને મળવાનું કહેવામાં આવ્યું હતું. ગૌરવ દહિયાની પોસ્ટિંગ ગુજરાતમાં NRHMમાં મિશન ડિરેક્ટર તરીકે હતી.

25 જાન્યુઆરી, 2018 ના રોજ, IAS ગૌરવ દહિયા (IAS gaurav dahiya) કાર દ્વારા અત્રૌલી પહોંચ્યા અને મહિલાને તેના માતાપિતાને મળવા દિલ્હી લઈ ગયા. મહિલાનો આરોપ છે કે ગૌરવે તેને દિલ્હીની એક હોટલમાં નશીલા પદાર્થ ખવડાવી તેની સાથે બળાત્કાર કર્યો અને તેનો વીડિયો અને ફોટો લીધો. જે બાદ તેમણે તેને સતત બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. ગૌરવે તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને 24 ફેબ્રુઆરી 2018ના રોજ તે તેને તિરુપતિ બાલાજી મંદિરમાં લઈ ગયા અને તેની સાથે લગ્ન કર્યા. બાદમાં મહિલાને ખબર પડી કે તે પરિણીત છે.

ADVERTISEMENT

મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ તેણે દિલ્હીના સાઉથ એક્સમાં એક ફ્લેટ લીધો અને તેને રહેવા માટે આપી દીધો અને પોતે ગુજરાત પરત ચાલ્યા ગયા. આ દરમિયાન મહિલા ગર્ભવતી બની હતી. 23 નવેમ્બર 2018 ના રોજ, એક મહિલાએ દિલ્હીની એક હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો. ગૌરવે કન્સેન્ટમાં તેની સહી કરી અને બાળકીના જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામ સાથે ગૌરવનું નામ લખેલું છે. છોકરીના જન્મથી બાદ ગૌરવ નારાજ થઈ ગયો અને ગુજરાત જતો રહ્યો.

ADVERTISEMENT

મહિલાએ વર્ષ 2019માં ગુજરાતના GAD વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પર ગુજરાતના મુખ્યમંત્રીએ 5 IAS સભ્યોની કમિટી બનાવી હતી અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સભ્યોએ તપાસ કરતાં મહિલાના આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું. તેથી, 14 ઓગસ્ટ 2019 ના રોજ, ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૌરવની પહેલી પત્નીએ પણ છૂટાછેડા લઈ ગૌરવથી અલગ થઈ ગઈ હતી. ગૌરવ દહિયા હરિયાણાના ગુડગાંવના રહેવાસી છે.

મહિલા સામે કરાયો હતો 20 કરોડ માગવાનો આક્ષેપ
તો બીજી તરફ ગૌરવ દહિયાના વકીલ દ્વારા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. તેમનો આક્ષેપ હતો કે મહિલાએ 2015માં જ લગ્ન કરી લીધા હતા. તેને પહેલાથી જ એક દીકરી હતી જેને તે IAS ગૌરવ દહિયાની બતાવીને તેમની પાસેથી 20 કરોડ રૂપિયા અને દિલ્હીમાં એક બંગલાની માગણી કરી હતી. મહિલા પૈસા ન આપવા પર વારંવાર આપઘાતી ધમકી પણ આપી રહી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT