Gujarat Election Results LIVE અપડેટ્સ: જેતપુરમાં ભાજપ, વાંસદામાં કોંગ્રેસ તો ચોટીલામાં AAP આગળ
અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં શરૂઆતના વલણોમાં ભાજપ આગળ છે. શરૂઆતના ટ્રેન્ડ્સમાં 176માંથી ભાજપ 140,…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં શરૂઆતના વલણોમાં ભાજપ આગળ છે. શરૂઆતના ટ્રેન્ડ્સમાં 176માંથી ભાજપ 140, કોંગ્રેસ 31 અને આમ આદમી પાર્ટી 4 બેઠક પર આગળ છે, જ્યારે અન્યથી 1 ઉમેદવાર આગળ છે. જોકે શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. એવામાં EVMના મતની ગણતરી દરમિયાન ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
LIVE અપડેટ્સ:
- મોરબીમાં કોંગ્રેસ 354 વોટથી આગળ
- જલાલપોરમાં 3 રાઉન્ડ બાદ ભાજપ 15026 વોટથી આગળ
- વાંસદામાં 3 રાઉન્ડ બાદ કોંગ્રેસ 9946 વોટથી આગ
- નવસારીમાં 1 રાઉન્ડ બાદ ભાજપ 1500 વોટથી આગળ
- ગણદેવીમાં 1 રાઉન્ડ બાદ ભાજપ 3500 વોટથી આગળ
- ચોટીલામાં પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટી 233 વોટથી આગળ
- પ્રાંતિજમાં ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર 1000 મતથી આગળ
- ઈડરમાં રમણલાલ વોરા પ્રથમ રાઉન્ડમાં 540 મતે આગળ
- જેતપુરથી જયેશ રાદડિયા 10 હજાર વોટથી આગળ
- જલાલપોરમાં ભાજપના આર.સી પટેલ પ્રથમ રાઉન્ડમાં 6683 મતોથી આગળ
- વાંસદામાં અનંત પટેલ 2250 વોટથી આગળ
- લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા 2200 વોટથી આગળ
- સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણા 3100 વોટથી આગળ
- લુણાવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 100 મતથી આગળ
- કુતિયાણા વિધાનસભા બેઠક સમાજવાદી પાર્ટી ઉમેદવાર કાંધલ જાડેજા આગળ
- પોરબંદર વિધાનસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર અર્જુન મોઢવાડીયા આગળ
- AAP ડેડિયાપાડા સીટ પર પહેલા રાઉન્ડમાં 540 વોટથી આગળ
- ભિલોડામાં AAPના ઉમેદવાર રૂપસિંહ ભગોરા બેલેટ પેપરની ગણતરીમાં 472 વોટથી આગળ
- વલસાડથી કનુ દેસાઈ આગળ
- ઊંઝા બેઠકથી કે.કે પટેલ આગળ
- અબડાસાથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ
- વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટી આગળ
- ખેડામાં EVMથી મતગણતરી શરૂ થઈ
મતગણતરી પહેલા અમદાવાદ પોલિટેકનિક પહોંચ્યા હાર્દિક પટેલ
Gujarat Tak સાથે વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં અમારી સરકાર બની રહી છે. જીતનો દાવો તો નિશ્ચિત છે અને તમામ એક્ઝિટ પોલમાં પણ ભાજપને જીતનો વિશ્વાસ આપી દીધો છે. એટલે નિશ્ચિત રૂપે સરકાર બનશે. વિરમગામ સીટ પર ટફ ફાઈટ વિશે હાર્દિક કહ્યું કે, જ્યારે પરિણામ આવશે ત્યારે વધારે ખબર પડશે. ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલામાં નિશ્ચિત રૂપથી ભાજપને જ ફાયદો થવાનો છે. ગુજરાતે ભાજપ પર વિશ્વાસ કર્યો છે અને તેના આધારે જ વોટ પડ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થ ઈ ગયું છે. ત્યારે અહીં ત્રિપાંખીયો જંગ જોરદાર જામ્યો હતો. તેવામાં આજે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી બાદ આ જંગના પરિણામો પણ સ્પષ્ટ થઈ જશે. ચૂંટણીના બંને તબક્કામાં કુલ મળીને 64.30 ટકા મતદાન થયું છે. આ દરમિયાન ગુજરાતની 182 બેઠકો પરની વાત કરીએ તો 1600થી વધુ ઉમેદવારોના ભાવી અત્યારે EVMમાં કેદ થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT