રાજસ્થાન પેપરલીક કૌભાંડનું ખૂલ્યું ગુજરાત કનેક્શન, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news
અમદાવાદ: ફરી એકવાર પેપર લીક થયું પરંતુ આ હવે ગુજરાતમાં નહીં , રાજસ્થાનમાં આ પેપર લીક થયું છે. પેપર ભલે રાજસ્થાનમાં ફૂટ્યું હોય પણ લીકકાંડના તાર ગુજરાત સુધી જોડાયા છે.  પોલીસે તપાસ કરી છે. જે ગાડી પેપર લીકકાંડમાં વપરાઈ છે એ ગુજરાતની હોવાનો ખુલાસો થયો છે. યુવરાજસિંહ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પણ સવાલ એ છે કે શું ગુજરાત અને રાજસ્થાનમાં પેપર એક જ મોડસ ઓપરેન્ડીથી લીક કરવામાં આવ્યા. અને દરેક વખતે પેપરલીકકાંડમાં જે લોકો પકડાય તે રાજકીય પક્ષોના વ્યક્તિઓના નજીકના જ કેમ હોય છે.
રાજસ્થાનમાં થયેલા પેપર લીક કાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. તપાસમાં ઉદયપુર પેપર લીક કાંડમાં વપરાયેલ ગાડી ગુજરાતની હોવાનો ખુલાસો થયો છે.  રાજસ્થાન અધ્યાપક ભરતી પરીક્ષાના પેપર લીક કાંડના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. પકડાયેલી બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. આ બસ 20 ડિસેમ્બર, 22 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ગુજરાત પાસિંગની કારમાં માસ્ટરમાઇન્ડ સુરેશ બિશ્નોઈ બેઠો હતો. GJ-08-CC-2902 નંબરની કાર બનાસકાંઠા RTOમાં રજિસ્ટર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાથે જ એવું પણ સામે આવ્યું છે કે આ કાર ગણપતલાલ ભગીરથરામ બિશ્નોઈના નામે ખરીદવામાં આવી હતી. ગાડીના રજીસ્ટ્રેશનમાં ડીસાના કંસરી ગામનું સરનામું નોંધાયેલું છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગાડીના માલિક અને બસના માલિકના મોબાઈલ નંબર એક હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
55 લોકોની ધરપકડ કરી
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)ની વરિષ્ઠ શિક્ષક ભરતી પરીક્ષા જૂથ ‘C’ના સામાન્ય જ્ઞાનના પેપરના દિવસે ઉદયપુર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને પેપર લીક કેસ ગેંગ અને તેમની પાસેથી પેપર ખરીદનારા ઉમેદવારોની ધરપકડ કરી હતી. ઉદયપુર પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી 55 લોકોની ધરપકડ કરી હતી. જે બાદ આ મામલે પૂછપરછમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. બીજી તરફ તપાસ દરમિયાન પણ આવા અનેક તથ્યો સામે આવી રહ્યા છે જેના કારણે અગાઉના પેપર પણ શંકાના દાયરામાં આવવા લાગ્યા છે…. આ ઘટનાનું ગુજરાત કનેક્શન તો સામે આવ્યું પણ  ગુજરાતમાં આ ઘટનાના પડઘા પણ પડ્યા છે…
પેપર લીક કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે સતત લડતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી અમુક સવાલો ઉઠાવ્યા છે… ટ્વિટમાં તેમણે લખ્યું છે કે,
ફરી એકવાર #પેપર_લીક
#RPSC_Paper_Leak
૧૮ લાખ ઉમેદવારોનો ભવિષ્ય સાથે ચેડા
વિચારવા જેવું છે કે સૌથી વધારે પેપર લીકેજ ઘટના #રાજસ્થાન અને #ગુજરાત માં કેમ બને છે?
બન્ને જગ્યાએ #SAME_Modus_Operandi
ભાવ પણ 10 લાખ રૂપિયા
પેપર લીકેજ માં પકડાયા તે રાજકીય પક્ષો ની સૌથી નજીકના

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT