કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ એકશન મોડ પર, જૂનાગઢ જિલ્લામાં પક્ષ વિરુદ્ધ કામ કરનાર નેતાઓને કરાયા સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. 182 બેઠક માંથી ફક્ત 17 બેઠક પર જ જીત મેળવી શક્યું હતું. આ દરમિયાન  ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ની કારમી હાર ના કારણો અંગે સખત કાર્યવાહી કોંગ્રેસ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે માટે જવાબદાર બે વ્યક્તિઓ સામે કોંગ્રેસ એ કડક કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા છે.

જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાની જીત લગભગ નક્કી જ હતી. પરંતુ કોંગ્રેસના મળતીયાઓ દ્વારા જ બાબુભાઈ વાજા ને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યા જે માટે જવાબદાર બે વ્યક્તિઓ સામે કોંગ્રેસ એ કડક કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રસ પણ હવે ભાજપના રસ્તે ચાલી રહ્યું છે તેમ લાગી રહ્યું છે.

આ કારણે કરવામાં આવ્યા સસ્પેન્ડ 
કોંગ્રેસ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રણજીત પરમાર, પૂર્વ ચેરમેન ખુમાણ સિંધવ એ પોતાના ભત્રીજાને આપ પાર્ટી માંથી ચુંટણી લડાવી હતી. આપ દ્વારા જ મત કપાતા બાબુભાઇને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી કોંગ્રેસ એ આ અંગે તપાસ કરતા બન્ને જવાબદાર વ્યક્તિઓ દ્વારા જાણી જોઈને બાબુભાઈને હરાવવા કોશિશ કરી હોવાનું બહાર આવ્યું હતું.આથી જ બન્ને ને સસ્પેન્ડ કરેલ છે. ઉપરાંત હજુ જૂનાગઢ જિલ્લામાં છ લોકો ના નામ આ લિસ્ટ માં સામેલ હોવાનું જિલ્લા પ્રમુખ વી ટી સીડા એ જણાવ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: એવું શું થયું કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ સુરતની આ સ્કૂલમાં જાતે ટોઈલેટ સાફ કર્યું?

આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT