‘આ સ્કેમ ઓફ ધ સેન્ચુરી છે, બેંકો-LIC ડૂબી જાય તેવી મહાભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે’, કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: હાલમાં જ અમેરિકન કંપની હિંડનબર્ગની અદાણી ગ્રુપ પર રિપોર્ટ આવી. જે બાદથી Adani Groupને લાખો કરોડ હજારનું નુકસાન થયું છે. રોજે રોજ શેર માર્કેટમાં કંપનીના શેરની કિંમત ઘટી રહી છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેને સ્કેમ ઓફ ધ સેન્ચુરી બતાવ્યું હતું. સાથે જ આ સ્કેમની શરૂઆત ગુજરાતથી થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

‘દુનિયાના ઈતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ’
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટે અદાણીનું જે કૌભાંડ ઊઘાડું કર્યું એ કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી ઈકોનોમીને સમજનારા લોકો હજુ અવઢવમાં છે કે આ પાંચ લાખ કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું.

‘1 રૂપિયાના શેરને 42 ગણો વધારે બતાવ્યો’
જે કંપનીઓનું કોઈ ટ્રેડિંગ નથી, સર્વિસ પ્રોવાઈડ નથી કરતી, કોઈ ઓફિસ નથી એવી કાગળ પર બનાવેલી સેલ કંપનીઓના નામે અબજો રૂપિયાના ટેક્સની ચોરી કરવામાં આવી. 1 રૂપિયાના શેરને 42 ગણો વધારે બતાવી આ દેશના સામાન્ય, નીચલા વર્ગના લોકો પાસેથી પોતાના શેરમાં રોકાણ કરાવવામાં આવ્યું. જેમાં આગળ જતા LICએ 76 હજાર કરોડનું રોકાણ કર્યું. SBI સહિતની પબ્લિક સેક્ટરની બેંકોએ 80 હજાર કરોડ સુધીની લોન આપી. આ ફુગ્ગામાં LIC અને દેશની બેંકોનું લગભગ 1.50 લાખ કરોડથી વધુનું રોકાણ છે. જે ભારતના 50 કરોડથી વધુ ગ્રાહકો બેંકના ખાતાધારકો અને LICના પોલિસી ધારકો છે. આખા સ્કેમના કારણે ભારતના 50 કરોડ વ્યક્તિ સાથે ચેડા થઈ રહ્યા છે. બેંકો ડૂબી જાય, LIC ડૂબી જાય તેવી મહાભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ADVERTISEMENT

ગુજરાત કોંગ્રેસ સમગ્ર જિલ્લાઓમાં કરશે વિરોધ
તેમણે આગળ કહ્યું કે, આ મામલે SEBI બે વર્ષથી તપાસ કરે છે, તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ મામલે ED પણ નથી બોલતી, CBI ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માંગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય. ગુજરાત સરકાર અને ભારત સરકાર લોકોને આશ્વસ્ત કરે કે LIC કે બેંકોમાંથી કોઈનો પણ એક રૂપિયો ડૂબશે નહીં. સમગ્ર કૌભાંડની વિરુદ્ધમાં કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ તમામ 33 જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT