કોંગ્રેસને વધુ એક ઝટકો, કચ્છમાં 5 વર્ષથી પાર્ટીના વફાદાર નેતાએ અચાનક રાજીનામું ધરી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ઘણા નેતાઓએ પક્ષનો સાથ છોડ્યો હતો. જોકે ચૂંટણી પૂરી થયા બાદ પણ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. અંજારમાં કોંગ્રેસમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અંજારમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પ્રમુખની ફરજ બજાવતા કરશન રબારીએ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું.

અંગત કારણોસર રાજીનામું આપ્યાની ચર્ચા
કચ્છમાં અંજાર તાલુકાના પ્રમુખ કરશન રબારીએ તાલુકા પ્રમુખે રાજીનામું ધરી દીધું હતું. આ માટે તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની ચર્ચા છે. તેઓ 2017થી કોંગ્રેસના તાલુકા પ્રમુખની ફરજ બજાવી રહ્યા હતા. નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતની ચૂંટણીમાં કારમા પરાજય બાદ રધુ શર્માએ પણ ચૂંટણી પ્રભારી તરીકે રાજીનામું આપી દીધું હતું અને હારની જવાબદારી સ્વીકારી હતી.

કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે
કોંગ્રેસની વાત કરીએ તો ચૂંટણી પહેલા પહેલા જ પાર્ટીના 20 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે ચૂંટણીના થોડા મહિના પહેલા જ હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા. આમ એક બાદ એક નેતાઓ પાર્ટી છોડતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો હતો, એવામાં હવે તાલુકા પ્રમુખે પણ પાર્ટી છોડી દીધી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં તેઓ પણ ભાજપમાં જોડાશે કે કેમ?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT