Surendranagar માં ફરી જૂથ અથડામણ: મૂળીના લીમલીમાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ફાયરિંગ, 12 લોકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના લીમલીમાં 'ધીંગાણું'
Surendranagar News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુરેન્દ્રનગરના મૂળીના લીમલી ગામે જૂથ અથડામણ

point

સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો સામસામે આવી ગયા

point

જૂથ અથડામણની ઘટનામાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. જિલ્લામાં ફાયરિંગ, હત્યા, જૂથ અથડામણ અને મારામારીના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી બને તે હેતુથી પ્રશાસન વિભાગ અને જિલ્લા પોલીસ તંત્રએ પણ કમર કસી છે. આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. 

 

સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ

 

ADVERTISEMENT

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર પર સામાન્ય બોલાચાલી બાદ બે અલગ-અલગ જ્ઞાતિઓના જૂથો સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો લીમલી ગામ ખાતે દોડી આવ્યો હતો અને ગામમાં શાંતિ જળવાઈ તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

ADVERTISEMENT

4 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું

 

ADVERTISEMENT

લીમલી ગામે સામાન્ય બોલાચાલી બાદ બે અલગ-અલગ જ્ઞાતિના જૂથો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. બે જૂથો પાઈપ, ધોકા, ધારીયા સહિતના ઘાતક હથિયારો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. બોલાચાલી બાદ મામલો એટલો ચગ્યો હતો કે આ દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જૂથ અથડામણની ઘટનામાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી 

ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ગામમાં શાંતિ જળવાઈ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે.

ગત વર્ષે સમઢીયાળા ગામે થઈ હતી અથડામણ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં ગત જુલાઈ મહિનામાં જૂથ અથડામણ સર્જાઈ હતી. જૂથ અથડામણની (Clash) ઘટનામાં ઈજાગ્રસ્ત પૈકી 2 આધેડના સારવાર દરમિયાન મોત થયા હતા. જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે હથિયાર વડે બાખડી પડ્યા હતા. તલવાર ધારીયા સહિતના હથિયારથી સામસામે હુમલો કરાયો હતો. જે ઘટનામાં અનુસુચિત જાતિના 2 આધેડના સારવાર દરમિયાન મેડિકલ કોલેજમાં મોત થયા હતા. 

પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી

ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે DYSP, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર

    follow whatsapp

    ADVERTISEMENT