શોખ બડી ચીઝ હૈ: કાર કે ઘોડા પર નહીં JCBમાં આવી જાન, વરરાજાના ઠાઠ જોઈને કન્યાપક્ષ પણ અચંબિત થઈ ગયો
નવસારી: તમે અત્યાર સુધી લગ્નમાં હેલિકોપ્ટર કે બળદગાડામાં બેસીને પરણવા આવતા વરરાજાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે. પરંતુ નવસારીમાં એક જાન જેસીબીમાં આવી. જી…
ADVERTISEMENT
નવસારી: તમે અત્યાર સુધી લગ્નમાં હેલિકોપ્ટર કે બળદગાડામાં બેસીને પરણવા આવતા વરરાજાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે. પરંતુ નવસારીમાં એક જાન જેસીબીમાં આવી. જી હાં, આ વાત સાંભળવામાં તમને થોડી વિચિત્ર લાગશે, પરંતુ નવસારીના ચીખલીમાં એક વરરાજા જેસીબીમાં બેસીને માંડવે પહોંચ્યા હતા. લગ્નમંડપમાં જેસીબીમાં બેસીને આવેલા વરરાજાને જોઈને કન્યાપક્ષના લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
આ પણ વાંચો: કોર્ટના આદેશનો અનાદર: સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ
જેસીબીમાં જાન જોડવામાં આવી
નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા કલીયારી ગામમાં કેયુર પટેલ નામના યુવકના લગ્ન હતા. સામાન્ય રીતે, કાર, ઘોડાગાડી કે બળદગાડામાં જાન જોડવામાં આવે છે, પરંતુ અહીં વરરાજાની જાનમાં જેસીબી જોડવામાં આવતા સૌ કોઈની નજર તેના પર જ અટકી ગઈ હતી. રસ્તામાં જાન જોનારા લોકો પણ વરરાજાનો આવો અંદાજ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: Godhra માં કિન્નર સમાજે દીકરી ઉછેરીને તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા
ADVERTISEMENT
કેવી રીતે આવ્યો આવો વિચાર?
ખાસ વાત છે કે કેયુર પટેલ ખેતી કામ કરે છે અને થોડા સમય પહેલા તેમણે પંજાબમાં એક લગ્નનો વાઈરલ વીડિયો જોયો હતો. જેમાં વરરાજા જેસીબીમાં સવાર થઈને પરણવા માટે મંડપમાં પહોંચ્યા હતા. આ વીડિયો જોઈને કેયુર પટેલને પણ પોતાના લગ્નમાં કંઈક આવા જ અંદાજમાં જાન લઈને જવાનો વિચાર આવ્યો અને મંડપની ચોરી સુધી તેઓ જેસીબીમાં બેસીને પહોંચી ગયા. હાલમાં તેમનો જેસીબીની સવારીનો વીડિયો પણ સામે આવી રહ્યો છે.
ADVERTISEMENT
શોખ બડી ચીઝ હૈ: નવસારીના ચીખલીમાં કાર કે ઘોડા પર નહીં JCBમાં આવી જાન, વરરાજાના ઠાઠ જોઈને કન્યાપક્ષ પણ અચંબિત થઈ ગયો#Navsari #WeddingSeason #GujaratiNews pic.twitter.com/vbtHgkzyNR
— Gujarat Tak (@GujaratTak) February 3, 2023
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT