રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારને રસ નથી? જાણો શું કહ્યું અમિત ચાવડાએ
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમાં ફરી એક…
ADVERTISEMENT
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમાં ફરી એક વખત વધારો કરવામાં કરાયો છે. જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે આના કારણે ઓબીસી સમાજનો અધિકાર તો છીનવાયો પણ સાથે સાથે ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં સ્થાનિક સ્વરાજની અનેક જગ્યાઓ જે ચુંટણીઓ હતી તે પણ આના કારણે થઈ શકતી નથી.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ કહ્યું કે, તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા 11 મે, 2010 ના રોજ ચુકાદો આપવામાં આવ્યો. જે તે સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જોગવાઈ કરે.
2010 માં ચુકાદો આવ્યો, ગુજરાત સરકારે 10 વર્ષ સુધી તેના વિશે કોઈ પણ જાતનું લક્ષના આપ્યું. 2021માં જ્યારે સુપ્રિમ કોર્ટે ફરી આદેશ કર્યા, કડક ઉઘરાણી કરી ત્યારે પણ સરકારે એનો અમલ ન કર્યો અને છેવટે જુલાઈ, 2022 માં સરકારે આ ઓબીસી અનામત જે ગુજરાતમાં 52% ઓબીસી સમાજની વસ્તી એને જે 10% સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મળતી હતી તે ખતમ કરી.
ADVERTISEMENT
8 મહિનાથી રિપોર્ટ સબમિટ નથી થયો
જુલાઈમાં સુપ્રિમ કોર્ટના આદેશનું મોડેમોડે અમલ કરી સમર્પિત આયોગની રચના જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જ્યારે આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે આયોગ દ્વારા 90 દિવસની અંદર તમામ બાબતોનો અભ્યાસ કરી તમામ લોકોના અભિપ્રાય સાથે સાંકળી સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તાત્કાલિક એ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જોગવાઇ કરવામાં આવશે. આજે 90 દિવસને બદલે લગભગ 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. એની મુદત પૂરી થઈ હોવા છતાં ખૂબ લાંબો સમય થવા હોવા છતાં રિપોર્ટ સબમિટ થયા નથી.
OBC સમાજનો અધિકાર છીનવાયો
10 ફેબ્રુઆરીએ જ્યારે તેની મુદત પૂર્ણ થતી હતી ત્યારે ફરી તેની મુદત વધારવામાં આવી છે. આના કારણે ઓબીસી સમાજનો અધિકાર તો છીનવાયો પણ સાથે સાથે ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચુંટણીઓ હતી તે પણ આના કારણે થઈ શકતી નથી.
ADVERTISEMENT
લગભગ 2500 જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાયી ચૂક્યા હતા. અને એ જ રીતે હજુ પણ આ રિપોર્ટમાં વિલંબ થવાના કારણે આ ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે. સરકાર ક્યાંકને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે.
ADVERTISEMENT
રાજ્યમાં આટલી ચૂંટણી ડ્યુ
જ્યારે હવે ફરીથી આયોગની મુદત વધારી છે તેનાથી ચિંતા છે કે આવનારા દિવસોમાં લગભગ ગુજરાતમાં 7100 કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. ગુજરાતમાં 2 જિલ્લા પંચાયતો એટલે કે બનાસકાંઠા અને ખેડાની ચુંટણીઓ ડ્યુ છે. એ ચુંટણીઓ પણ સમયસર નહિ યોજાય એટલે વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 17 તાલુકા પંચાયતોની ચૂંટણી ડ્યુ છે. ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 72 નગરપાલિકાઓમાં ચુંટણી ડ્યુ છે. અને 3 નગરપાલિકા વિસર્જિત કરવામાં આવી છે એટલે કે લગભગ 75 નગરપાલિકામાં ચુંટણી ડ્યુ થતાં ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર એક બાજુ લોકોના હાથમાં વહીવટ આપવાની વાત કરે અને બીજી બાજુ બંધારણીય લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચાલે તેની બદલે પોતાના ઇશારે પોતાના કહ્યા મુજબ ચાલવા વાળા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે.
આ પણ વાંચો:ધારાસભ્ય કુમાર કાનાણીના લેટર બોમ્બ બાદ તંત્ર આવ્યું એકશન મોડમાં, કર્યું આ કામ
સરકાર પાસે કરી આ માંગ
કોઈ ગામમાં સરપંચ વહીવટ નહિ કરે, પંચાયતના સભ્યો વહીવટ નહિ કરે પણ તલાટી, સર્કલ કે વહીવટદારો દ્વારા શાસન ચાલશે. તે માટે અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર કોઈ પણ સંજોગોમાં આયોગની સમયમર્યાદા ન વધારે. 90 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો 8 મહિનાથી વધુ સમય થયો. સરકાર તાત્કાલિક રિપોર્ટ મેળવે. જે ગુજરાતના 52 % ઓબીસી સમાજને અન્યાય થયો છે. જેને રાજકીય પ્રતિનિધિત્વ ખતમ થઈ ગયું છે ત્યારે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનો અમલ કરી વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને અનામતની જોગવાઈ કરે અને તાત્કાલિક ચુંટણી યોજવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT