ગોપાલે કહ્યું- સુરતમાં યોગી આદિત્યનાથનો રોડ શો ફ્લોપ રહ્યો, ભાજપના દિગ્ગજો સુરત ભાગ્યાનો દાવો કર્યો!

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ગણતરીનો સમય મતદાનમાં બાકી રહેતા ભાજપે રોડ શોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સુરતમાં યોગી આદિત્યનાથના રોડ શોમાં ઘણી ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હવે ગુજરાતમાં જે પ્રમાણેની સ્થિતિ છે એને જોતા લાગે છે કે પરિવર્તન અવશ્ય આવશે. યોગી આદિત્યનાથે પાટીદાર વિસ્તારમાં પ્રચાર કર્યો હતો.

રોડ શો ફ્લોપ રહ્યો, ભાજપના દિગ્ગજો દોડતા થયા- ઈટાલિયાનો દાવો
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે સુરતમાં યોગી આદિત્યનાથનો રોડ શો ફ્લોપ રહ્યો છે. જનમેદની તો અરવિંદ કેજરીવાલના રોડ શોમાં જ ઉમટી હોય છે. જો કેજરીવાલ સાથે તુલના કરો તો ભાજપનો રોડ શો ફ્લોપ જ હતો. તેવામાં આ જોઈએ અમિત શાહ ગઈ કાલે રાતે સુરત આવ્યા હતા. જ્યારે ઈટાલિયાએ વધુમાં કહ્યું કે જેપી નડ્ડા પણ આજે ઈમરજન્સીમાં સુરત ભાજપના પદાધિકારીઓ સાથે મિટિંગ કરવા માટે આવી ગયા છે. આ ગુજરાતમાં પરિવર્તનની નિશાની છે.

ADVERTISEMENT

સ્ટાર પ્રચારક તરીકે યોગીનો રોડ શો…
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા એવા યોગી આદિત્યનાથે સુરત ખાતે રોડ શો કર્યો હતો. બુલડોઝર બાબાના નામથી લોકોમાં જાણીતા યોગી આદિત્યનાથના રોડ શોમાં જે લોકોનો પ્રતિસાદ મળ્યો એના પર આમ આદમી પાર્ટીએ નિશાન સાધ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે ભાજપના રોડ શો કરતા વધારે પ્રતિસાદ તો કેજરીવાલને મળે છે. તેવામાં હવે આગામી સમયમાં ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ કેટલો જામશે એ જોવાજેવું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT